Not Set/ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,693 નવા કેસ, પુણેમાં કેસ ઘટતા આંશિક રાહત

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે.તેની વચ્ચે આંશિક રાહત ના સમાચાર પ્રાપ્ત થયા છે. રવિવારે રાજ્યમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.આનાથી સરકારની ચિંતા વધી ગઈ હતી. અને ફરી એકવાર કુલ લોકડાઉન

Top Stories India
mumbai corona મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,693 નવા કેસ, પુણેમાં કેસ ઘટતા આંશિક રાહત

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે.તેની વચ્ચે આંશિક રાહત ના સમાચાર પ્રાપ્ત થયા છે. રવિવારે રાજ્યમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.આનાથી સરકારની ચિંતા વધી ગઈ હતી. અને ફરી એકવાર કુલ લોકડાઉન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના પરના ટાસ્ક ફોર્સે લોકડાઉન કરવાની પણ ભલામણ કરી છે. આ પછી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને તાત્કાલિક લોકડાઉન વ્યૂહરચના બનાવવા કહ્યું હતું તેની વચ્ચે મહારાષ્ટ્ર સરકારને થોડી રાહત મળી છે. ધૂળેટીના તહેવાર પર લાદવામાં આવેલા કડક કાયદાના કારણે નવા કેસો માં થોડો ઘટાડો જોવા મળ્યો છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન .અહીં 31,693 નવા કેસ નોંધાયા હતા.પુણેમા 24 કલાકમાં 4972 આ કેસ જોવા મળ્યા છે. કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હોવાના કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં પણ આંશિક ઘટાડો થયો છે.

Strict Measures': Maha Minister Says Govt Mulling Fewer Local Trains, Online Exams But No Lockdown

મુંબઈમાં 24 કલાકમાં 5,890 નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે થાણેમાં 24 કલાકમાં 3,527 નવા કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રિકવરી રેટમાં પહેલા કરતાં સુધારો જોવા મળ્યો છે તેમાં 24 કલાકમાં 20,854 લોકો કોરોનાની સારવાર લીધા બાદ કોરોના મુક્ત થયા છે.મુંબઈમાં રવિવારે 6923 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય 12 લોકોના મોત પણ થયા હતા. મુંબઈમાં અત્યાર સુધીમાં 3 લાખ 98 હજાર 674 કોરોના ચેપના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 11 હજાર 649 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.ત્યારબાદ મુંબઈમાં પણ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

229 test Covid positive at hostel in Maharashtra's Washim; area declared containment zone - Coronavirus Outbreak News

ઉદ્ધવે રવિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કલમ 144 ચાલશે નહીં. કર્ફ્યુ સાથે કંઈ થવાનું નથી. હવે લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે. ઉદ્ધવના નિવેદન બાદ એવું માનવામાં આવે છે કે આગામી એકથી બે દિવસમાં મહારાષ્ટ્રમાં કુલ તાળાબંધીની ઘોષણા થઈ શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા, ઓક્સિજનની વ્યવસ્થા અને વેન્ટિલેટર અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી લીધી છે.તે જ સમયે, હિંગોલી જિલ્લામાં એક અઠવાડિયા લાંબી કુલ લોકડાઉન લાગુ કરવામાં આવી છે. તે 29 માર્ચે સવારે 7 થી 4 એપ્રિલ, બપોરે 12 સુધી ચાલુ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન દૂધ, કરિયાણા, ફળ-શાકભાજીની દુકાનો અને તબીબી સ્ટોર્સ જેવી આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે. આ સિવાય 30 માર્ચથી 8 એપ્રિલની મધ્યરાત્રિ દરમિયાન ઓરંગાબાદમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…