શ્રદ્ધાંજલિ/ મુલાયમસિંહ યાદવનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે,UPમાં 3 દિવસ રાજકીય શોક

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા

Top Stories India
10 6 મુલાયમસિંહ યાદવનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે,UPમાં 3 દિવસ રાજકીય શોક
  • ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક
  • સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવનું નિધન
  • CM યોગી આદિત્યનાથે રાજકીય શોકની કરી જાહેરાત
  • યૂપીમાં ત્રણ દિવસના રાજકીય શોકની કરી ઘોષણા
  • લાંબા સમયથી બિમાર હતા મુલાયમસિંહ
  • ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 3 દિવસ રાજ્કીય શોકની જાહેરાત કરી છે, અને તેમનો અતિંમ સંસ્કાર રાજ્કીય સન્માન સાથે કરવામાં આવશે.

નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હવે આ દુનિયામાં નથી રહ્યા. આજે સવારે 8થી 8.30 કલાકની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. 1 ઓક્ટોબરે તેમને આઈસીયૂમાં શિફ્ટ કરાયા હતા.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે (10 ઓક્ટોબર) સવારે 8:16 વાગ્યે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.