Not Set/ સોનિયા ગાંધીએ કહ્યું, -એમપી ફંડની બાકીની રકમ કોરોના સારવારમાં ખર્ચ કરવામાં આવે 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીના જિલ્લા અધિકારીને તેમના સાંસદ ભંડોળમાં બાકી રહેલી રકમ તેના સંસદીય મત વિસ્તારના કોરોના રોગચાળાને પહોંચી વળવા અને લોકોને રાહત માં ખર્ચ કરવા જણાવ્યું છે. 

Top Stories India
oxigen 20 સોનિયા ગાંધીએ કહ્યું, -એમપી ફંડની બાકીની રકમ કોરોના સારવારમાં ખર્ચ કરવામાં આવે 

દેશમાં કોરોનાની બ્જીજી લહેરે સમગ્ર દેશમાં તરખાટ મચાવ્યો છે. નાના શહેરોથી માંડીને ગામડા પણ કોરોનાની બીજી લહેરમાં ઘમરોળાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીના જિલ્લા અધિકારીને તેમના સાંસદ ભંડોળમાં બાકી રહેલી રકમ તેના સંસદીય મત વિસ્તારના કોરોના રોગચાળાને પહોંચી વળવા અને લોકોને રાહત માં ખર્ચ કરવા જણાવ્યું છે.

સોનિયાએ જિલ્લા અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાયબરેલીના મુખ્ય વિકાસ અધિકારી દ્વારા તેમને આ વર્ષે 2 જાન્યુઆરીએ જાણ કરવામાં આવી હતી કે, સાંસદ ભંડોળમાં રૂ. 1.17 કરોડ બાકી છે.

તેમણે જિલ્લા અધિકારીને લોકોને કોરોના રોગચાળાથી બચાવવા ઉપકરણોની ખરીદી અને અન્ય જરૂરીયાતો પાછળ  નિયમો મુજબ  રાયબરેલીમાં સંપૂર્ણ રકમ ખર્ચ કરવા જણાવ્યું હતું. સોનિયા ગાંધી 2004 થી રાયબરેલીની લોકસભા સભ્ય છે.

આ અગાઉ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું હતું કે ચેપની સ્થિતિ અને કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કોવિડ -19 રસી રાજ્યોને ફાળવવી  જોઈએ. વળી, કોવિડ -19 ના કેસોમાં તીવ્ર વધારાની વચ્ચે, સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો કે, વયને બદલે, લોકોને જરૂરિયાતના આધારે રસી અપાવવી જોઈએ.