Not Set/ આંધ્ર પ્રદેશનાં પૂર્વ CM ચંદ્રબાબુ નાયડૂનો બંગલો તોડવાનો આદેશ, જાણો કોણે આપ્યો આદેશ

આંધ્ર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની મુશ્કેલીમાં એકવાર ફરી વધારો થવા જઇ રહ્યો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર આપ્યા બાદ વાયએસઆર કોંગ્રેસનાં પ્રમુખ અને રાજ્યનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સોમવારે તેમના બંગલા ‘પ્રજા વેદિકા’ને તોડવાનો આદેશ આપી દીધો છે. નાયડૂનાં બંગલાને તોડવાની કાર્યવાગી બુધવારથી શરૂ થશે. આ આદેશને TDPએ બદલાની કાર્યવાહી બતાવ્યુ છે. […]

Top Stories
65793 આંધ્ર પ્રદેશનાં પૂર્વ CM ચંદ્રબાબુ નાયડૂનો બંગલો તોડવાનો આદેશ, જાણો કોણે આપ્યો આદેશ

આંધ્ર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની મુશ્કેલીમાં એકવાર ફરી વધારો થવા જઇ રહ્યો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર આપ્યા બાદ વાયએસઆર કોંગ્રેસનાં પ્રમુખ અને રાજ્યનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સોમવારે તેમના બંગલા ‘પ્રજા વેદિકા’ને તોડવાનો આદેશ આપી દીધો છે. નાયડૂનાં બંગલાને તોડવાની કાર્યવાગી બુધવારથી શરૂ થશે. આ આદેશને TDPએ બદલાની કાર્યવાહી બતાવ્યુ છે. કઇક આવો જ કારનામો નાયડૂ સરકારે જગન મોહન રેડ્ડીનાં વિપક્ષમાં રહેતા કર્યો હતો.

આ પહેલા વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે ચંદ્રબાબુ નાયડૂનાં અમરાવતી સ્થિત આવાસ ‘પ્રજા વેદિકા’ ને પોતાના કબ્ઝામાં લઇ લીધો હતો. તેલુગૂ દેશમ પાર્ટીએ તેને બદલાની કાર્યવાહી બતાવી છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે પૂર્વ મુખ્યંમત્રીનાં પ્રતિ કોઇ સદભાવના દેખાડી નહોતી અને ચંદ્રબાબુ નાયડૂનો સમાન ઘરની બહાર ફેંકી દીધો છે. ચંદ્રબાબુ નાયડૂ ત્યારથી કૃષ્ણા નદીનાં કિનારે ઉંદાવલ્લી સ્થિત આ આવાસમાં રહેતા હતા, જ્યારથી આંધ્ર પ્રદેશે પોતાનુ તંત્ર હૈદરાબાદથી અમરાવતી શિફ્ટ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ હવે તેલંગાનાની રાજધાની છે. ‘પ્રજા વેદિકા’નું નિર્માણ સરકારે આંધ્ર પ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ મારફતે તત્કાલિન મુખ્યમંત્રી આવાસનાં રૂપમાં કર્યુ હતુ. પાંચ કરોડ રૂપિયામાં બનેલ આ આવાસનો ઉપયોગ નાયડૂ અધિકારીક કાર્યોની સાથે પાર્ટીની બેઠકો માટે કરતા હતા. નાયડૂએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીને પત્ર લખી તેનો ઉપયોગ બેઠકો માટે કરવા દેવા માટેની રજૂઆત કરી હતી. આપને જણાવી દઇએ કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને હાલમાં તે પરિવરાનાં સભ્યોની સાથે વિદેશમાં રજાઓ ભોગવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.