ગીરના જંગલોની આદિમ પ્રકૃતિ વચ્ચે સિંહને વિહરતાં જોવાનો મોકો મળતો હોય તો લોકો ઘણી મહેનત કરતાં હોય છે. જોકે હાલમાં સિંહદર્શન માટે મનાઇ છે. જો ભૂલથી પણ સિંહદર્શન માટે જંગલમાં ગયાં તો ઘણી સખત કાનૂની કાર્યવાહી અને દંડનો સામનો કરવો પડે છે.
સિંહદર્શને ગયેલાં જાણીતાં ક્રિકેટર જાડેજાનો કિસ્સો ઘણાંને યાદ હશે. ફરી એવી જ એક ઘટના બની છે ગીરમાં મુક્તમને વિહરતાં સિંહદર્શનનો સ્પેશિયલ શૉ જોવા માટે. જોકે આ વખતે આ ઘટનામાં જેના ફોટો વાયરલ થયાં છે તેઓ બહુ જાણીતાં રામભક્ત, સામાજિક સલાહકાર ખૂબ જ નામનાપ્રાપ્ત એવા કથાકાર મોરારિબાપુ છે.
સિંહને લોકેટ કરી મોરારિબાપુ હતાં તે વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો અને આરામદાયક સ્થિતિમાં કથાકાર મોરારિબાપુએ મા દુર્ગાની આ શક્તિશાળી સવારીના દર્શન કર્યાં હતાં. વાત અહીં સુધી દબાઇ ગઇ હોત પણ આ સોશિઅલ મીડિયાના જમાનામાં આ ફોટો વાયરલ થતાં પોરબંદરના એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
કરાયેલી અરજીમાં વકીલ ભનુ ઓડેદરાએ ગેરકાયદે સિંહદર્શન કરાવનાર વનવિભાગ કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માગ કરી છે.