ક્રાઈમ/ અનેક લોકોના વિદેશ જવાના સપના રોળાયા, યુકેના વિઝાને નામે એજન્ટે કરી દોઢ કરોડથી વધુની છેતરપિંડી

પિપલોદના રહેવાસી યુસુફ પઠાણ ઉર્ફે વીવાન પાટીલ ઉર્ફે વિનાયક અને પત્ની વીવીયાના ચતુરદાસ પાટીલ સામે ચાર યુવતીઓ સહિત 21 લોકો સાથે છેતરપિંડી કરવાનો ગુનો નોંધ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Mantavyanews 65 અનેક લોકોના વિદેશ જવાના સપના રોળાયા, યુકેના વિઝાને નામે એજન્ટે કરી દોઢ કરોડથી વધુની છેતરપિંડી

વિદેશ જઈ પૈસા કમાવવાની લોકોમાં એવી લાલચ જાગી છે કે એજન્ટોનો સંપર્ક સાધી વર્ક પરમિટ અને વિઝા માટે રૂપિયા ખર્ચી નાખે છે. આ જ એજન્ટો રૂપિયા મળ્યા બાદ ગલ્લા-તલ્લા કરી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ફરી સામે અવી છે.જેમાં સુરતમાં યુકેના વિઝાની લેખિત ગેરંટી આપી દંપતી છૂમંતર થઈ ગયું છે, આ દંપતીએ 21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી આચરી છે. સુરતમાં યુકેના વિઝાની લેખિત ગેરંટી આપી દંપતી છૂમંતર થઈ ગયું છે, આ દંપતીએ 21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી આચરી છે.

જણાવીએ કે, શહેરના પિપલોદમાં રહેતા યુનુસે હિંદુ નામ રાખીને 21 લોકો સાથે 1 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે. પિપલોદના રહેવાસી યુસુફ પઠાણ ઉર્ફે વીવાન પાટીલ ઉર્ફે વિનાયક અને પત્ની વીવીયાના ચતુરદાસ પાટીલ સામે ચાર યુવતીઓ સહિત 21 લોકો સાથે છેતરપિંડી કરવાનો ગુનો નોંધ્યો છે. ચર્ચા એવી પણ થઇ રહી છે કે, આ એજન્ટે આશરે 60 યુવક યુવતીઓ પાસેથી 14 કરોડ પડાવ્યા હતા.

 બારડોલી ખાતે આવેલી ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ પટેલે આ ઠગ દંપતી સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં હિતેશ પટેલે જણાવ્યું છે કે, તેઓએ જુલાઈ 2022માં ફેસબુક પર યુકેમાં ગેરેન્ટેડ વિઝાની જાહેરાત જોઈ હતી. જે બાદ તેઓ સુરતના ડુમસ રોડ પર લકઝરીયા બિઝનેસ હબમાં આવેલી વોઇસ ઇમિગ્રેશન એન્ડ વિઝા નામની ઓફિસે મળવા ગયા હતા. જ્યાં એજન્ટે પોતાનું નામ વિનાયક પાટીલ અને પત્નીનું નામ વીવીયાના ચતુરદાસ પાટીલ જણાવ્યું હતું.

આ યુસુફે ઓગસ્ટ, 2022માં સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે, લોકોને ગેરંટી સાથે પાંચ વર્ષના વિઝા અને વિઝા માટે ત્રણ મહિનાની પ્રોસેસ રહેશે. સાથે તેણે પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો.યુકેમાં વિઝા મેળવવા માટે 15 લાખની ફી નક્કી કરી હતી. જે બાદ માર્ચ મહિનામાં હિતેશ પટેલે પાંચ લાખનો ચેક આપ્યો હતો. જે બાદ તેમની સાથે છેતરપિંડી થતા આખો મામલો સામે આવ્યો છે.

21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી

આ ઠગે દંપતીએ સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, બારડોલીના 21 લોકો સાથે 1.5 કરોડની છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ શિક્ષકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી

આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?

આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ