અમદાવાદ/ ગુજરાતમાં BTP નેતા મહેશ વસાવાએ કરી કેજરીવાલ સાથે મુલાકાત, શું આ છે ગઠબંધનના એંધાણ?

ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને BTP વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં BTP નેતા મહેશ વસાવાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

Ahmedabad Gujarat
BTP
  • AAPઅને BTPમાં ગઠબંધનના એંધાણ
  • અરવિંદ કેજરીવાલ સાથે BTP નેતાઓની બેઠક
  • BTP નેતા મહેશ વસાવાએ કરી કેજરીવાલ સાથે મુલાકાત
  • આપ નેતા ઈસુદાન ગઢવી પણ બેઠકમાં હાજર
  • BTP નેતાએ આદિવાસી સમાજના પ્રશ્નોની ચર્ચા કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. ભાજપ સહીત દરેક પક્ષ પોતાને ચૂંટણી માટે સજ્જ કરી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે BTP પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ AAP માં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને BTP વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં નેતા મહેશ વસાવાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી હાજર રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે. BTP નેતા મહેશ વસાવાએ દિલ્લીની મુલાકાત લીધી છે. જેમાં આમ આદમી પાર્ટી દિલ્લીના મુખ્યપ્રધાન અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી છે. ભૂતકાળમાં BTPએ કોંગ્રેસ ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન BTPએ ભાજપને સાથ આપ્યો હતો. ત્યારે હવે BTP અને AAPના સંયોજકની આ મુલાકાત ગુજરાત રાજકારણમાં સૂચક માનવાામાં આવી રહી છે. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં આદિવાસીના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી છે. તો બીજી તરફ દિલ્લી મોડલ અંગે પણ ચર્ચા થઈ છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ વૃદ્ધિ થાય તે અંગે પણ ચર્ચા થઈ છે. આદિવાસીઓના પ્રશ્નોને લઈને એક કલાક સુધી બેઠક કરી હતી.

આ પણ વાંચો :સાબરમતી ખાતે ઇન્ટર ડિવિઝનલ ક્રિકેટ ટુર્નામેન્ટ, મેયર સહિત આ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

નોંધનીય છે કે, ગત 2 રાજ્યસભાના સંસદની ચૂંટણી યોજાઇ હતી ત્યારે બંને વખતે અંતિમ ધડી સુધી BTP કોંગ્રેસની સાથે રહી હતી, પરંતુ મતદાન સમયે BTP ના બંને ધારાસભ્યએ ncp ધારાસભ્ય કાંધલ જાડેજાની માફક ગાંધીનગર આવાનું ટાળ્યું હતું. અને ઇન ડાયરેક ભાજપને સપોર્ટ કર્યો હતો. તો શું BTP આપને વફાદાર રહી શકશે?

આ પણ વાંચો :  નરેશ પટેલ આજે કરી શકે છે મોટું એલાન, રાજકીય પ્રવેશની ચર્ચાઓ પર લાગશે બ્રેક

આ પણ વાંચો :મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, કાલે સવારે ગોરા ખાતે કરાશે અંતિમવિધિ

આ પણ વાંચો :ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ