- કોરોનાકાળના બે વર્ષ બાદ વેસ્ટર્ન રેલ્વેની ક્રિકેટ ટુર્નામેન્ટ
- સાબરમતી ખાતે ઇન્ટર ડિવિઝનલ ક્રિકેટ ટુર્નામેન્ટ
- સરદાર અંગ્રેજ સિંઘ કપના નામે બે દિવસીય ટુર્નામેન્ટ
- અમદાવાદ મેયર સહિત રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
- નિવૃત થતા ચીફ ટિકિટિંગ ઇન્સ્પેકટર અંગ્રેજસિંગના નામે કપ
ક્રિકેટ માત્ર રમત નથી. સન્માન આપવાનો ખેલ પણ છે. અમદાવાદના ચીફ ટિકટીંગ ઓફિસર સરદાર અંગ્રેજ સિંઘ કપ નિવૃત થાય છે ત્યારે એમના નામે સાબરમતી રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટર્ન રેલવે ઇન્ટર ડિવિઝનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો આરંભ અમંદાવાદના મેયર કિરીટ પરમારના હસ્તે થયો છે. સાબરમતી રેલ્વે ક્રિકટ ગ્રાઉન્ડ, જ્યાં બે દિવસ યોજાશે ક્રિકેટની નોકઆઉટ ટુર્નામેન્ટ. આ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા સરદાર અંગ્રેજ સિંગ કપની રીબીન કાપીને કરવામાં આવ્યું. ઉદ્ધાટન પ્રસંગે રેલવે વિભાગના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ હેમંત પાઠક, ડિવિઝનલ પ્રેસિડેન્ટ સતીષકુમાર, ડિવિઝનલ સેક્રેટરી મનોજ મીણા, ઝોનલ પ્રેસિડેન્ટ અમરીશ શર્મા સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયરે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટિમને શુભેચ્છા પાઠવી હતી.
ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન બાદ અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમી પોતાના સ્મરણોને તાજા કર્યા હતા. સાબરમતી રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટર્ન રેલવે ઇન્ટર ડિવિઝનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટિમો એ ભાગ લીધો છે. બે દિવસીય ટુર્નામેન્ટમાં વિજેતા ટિમ ને સરદાર અંગ્રેજ સિંઘ કપ આપીને સન્માનિત કરવામાં આવશે.
વેસ્ટન રેલ્વે ટીકીટ ચેકિંગ ડિપાર્ટમેન્ટ ના સિનિયર અધિકારી એવા સરદાર અંગ્રેજસિંગ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમના સન્માનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોનાના કપરા કાળ બાદ બે વર્ષ પછી વેસ્ટન રેલ્વે દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રેલવેના કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહી ક્રિકેટ મેચનો રોમાંચ અને આનંદ લીધો હતો.
આ પણ વાંચો :નરેશ પટેલ આજે કરી શકે છે મોટું એલાન, રાજકીય પ્રવેશની ચર્ચાઓ પર લાગશે બ્રેક
આ પણ વાંચો :મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, કાલે સવારે ગોરા ખાતે કરાશે અંતિમવિધિ
આ પણ વાંચો :ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ
આ પણ વાંચો : આરોગ્ય સુવિધાઓ પરવડે તેવી અને બધા માટે સુલભ હોવી જોઈએઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા
