ગોંડલ/ મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, કાલે સવારે ગોરા ખાતે કરાશે અંતિમવિધિ

હરિચરણદાસજી મહારાજની ગોંડલ રામજી મંદિર ખાતે સારવાર ચાલી રહી હતી. રામજી મંદિરના ડોક્ટરો ખડેપગે રહીને તેઓની સારવાર કરી રહ્યા હતા.

Gujarat Rajkot
હરિચરણદાસજી
  • પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન
  • પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજુ
  • મોટી સંખ્યામાં ગુરુભાઇઓ દર્શને ઉમટ્યા
  • સવારે 8 વાગ્યાથી મંદિર ખાતે દર્શને રાખશે
  • કાલ સવારે ગોરા ખાતે કરાશે અંતિમવિધિ

ગોંડલના મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન થયા છે. જેને લઈ પૂજ્ય બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તો મોટી સંખ્યામાં ગુરૂભાઈઓ બાપુના દર્શનાર્થે ઉમટ્યા છે.સવારે 8 વાગ્યાથી મંદિર ખાતે બાપુના અંતિમદર્શન માટે રાખ્યા હતા. ત્યારે ભક્તો અંતિમ દર્શન કરે ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલ સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

હરિચરણદાસજી બાપુનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિસરા હતું. તેમનો જન્મ 1921 માં ચૈત્ર સુદ 6 ના દિવસે બિહારના પંજરવામાં થયો હતો. હરિચરણદાસજી 1955 માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂ. ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કરતા હતા. લગભગ તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. સરિયો નદીના કિનારે ભજન કરતા પૂ. સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

હરિચરણદાસજી મહારાજની ગોંડલ રામજી મંદિર ખાતે સારવાર ચાલી રહી હતી. રામજી મંદિરના ડોક્ટરો ખડેપગે રહીને તેઓની સારવાર કરી રહ્યા હતા. બાપુની તબિયત નાદુરસ્તના સમાચાર મળતાની સાથે જ દેશ વિદેશમાં તેઓના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. તેમના દીર્ઘાયું માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી.

થોડા દિવસથી મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર હતી. મળતી માહિતી અનુસાર, તેઓની સારવાર ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા હતા. હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં અને યુરીનમાં તકલીફ હતી. જે અંગેની સારવાર ચાલી રહી હતી. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત નાદુરસ્ત હતી. થોડા દિવસ પહેલા જ તેઓ નર્મદા કાંઠે આવેલા ગોરા ખાતેના આશ્રમથી ગોંડલ આવ્યા હતા.

ગોંડલ રામજી મંદિર, ગોંડલ ખાતે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ, પાંડુકેસવેર, ઋષિકેશ, ઇન્દોર, કરણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન, ભજન અને માનવસેવાની જ્યોત જાલવી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ

આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક પરિક્ષાનું પેપર ફુટ્યુ,જાણો વિગત

આ પણ વાંચો : ભાજપના બાહુબલી મધુ શ્રીવાસ્તવના દીકરાને ભેજાબાજ દંપત્તિએ લગાવ્યો ૨૦ લાખનો ચૂનો

આ પણ વાંચો :રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધશે,હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું