Ahmedabad/ વડાપ્રધાનની ગુજરાતને મોટી ભેટ, સી પ્લેન દ્વારા PM મોદી પહોંચ્યા અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજ્યને મોટી ભેટો આપી છે, ત્યારે આજે તેઓએ ગુજરાતને વધુ એક અમુલ્ય ભેટ આપી છે.

Top Stories Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજ્યને મોટી ભેટો આપી છે, ત્યારે આજે તેઓએ ગુજરાતને વધુ એક અમુલ્ય ભેટ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતા પરેડમાં હાજર રહ્યા બાદ તેઓએ સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને ત્યારબાદ હવે તેઓ કેવડિયાથી સી પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા છે. સાબરમતી રીવરફ્રન્ટ પહોંચ્યા બાદ રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હવે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે.

બીજી તરફ વડાપ્રધાન મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો હતી. સાથે સાથે મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગૂ કરાયો હતો અને છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી હતી.