અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે 100 વર્ષ જૂનું એક મકાન બપોરે અચાનક ધરાશાયી થઇ કાટમાળનાં ઢેરમાં પરિવર્તિત થયું હતું. દુર્ઘટનામાં 85 વર્ષીય બળદેવભાઈ, 75 વર્ષીય વિમળાબેન અને 36 વર્ષીય આશાબેનનું મોત નિપજ્યું છે. જનતા નગરનાં ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા મકાનનાં કાટમાળમાં 10 લોકો દટાયા હતા તે પૈકી 8 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા , તમાર રેસ્ક્યુ કરાયેલાને એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બે વ્યક્તિઓ કાટમાળમાં ફસાયેલી હોવાથી તેમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. બચાવ અને રાહતની ટીમો મકાનનાં કાટમાળમાંથી બાકી રહેલા બે લોકોની શોધ કરી તેને હેમખેમ બહાર કાઢવાનાં પ્રયત્નો કરી રહી છે.
બંગલાવાળી ચાલીનો બંગલા જ ધરાશાયી થઇ ગયો
અમદાવાદમાં અમરાઈવાડીમાં 100 વર્ષ પહેલા કાપડ મિલના માલિક દ્વારા બનાવાયેલા બંગલો એક સમયે શહેરની શાન હતો. મિલ માલિક વર્ષો સુધી આ ચાલીમાં રહેતા, જથી ચાલીનું નામ જ બંગલાવાળી ચાલી પડી ગયું હતું. થોડા વર્ષો બાદ આ બંગલો મિલ માલિકે સિક્યુરીટી ગાર્ડને ગિફ્ટમાં આપી દીધો હતો. હાલમાં આ સિક્યુરીટી ગાર્ડનો પરિવાર બંગલામાં રહેતો હતો. ધરાશાયી થયેલુ મકાન ચાલીમાં સૌથી મોટું મકાન હતું. જો કે આ બંગલા સાથે નજીકના કેટલાય મકાનો પણ આટલા વર્ષો જૂનાં હોવાનું સામે આવી રહ્યું છે અને હજી તે પણ હાલ જર્જરિત હોવાનું જાણાય છે. કોઈ પણ સમય અન્ય નજીકના મકાનો પણ ધરાશાયી થાય તેવી દહેશત લોકોમાં પેસી ગઇ છે.
યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ
દુર્ઘટનાને પગલે આસપાસના લોકો દોડી જતા ટોળેટોળા વળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ છે. અમરાઈવાડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને ભીડ પર કાબૂ મેળવી હતી. યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ છે.બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ ફાયરની ટીમ સાથે જોડાયા છે.
બે ઈજાગ્રસ્તો હુજ પણ ફસાયેલા છે કાટમાળમ નીચે
બંગલાવાળી ચાલીમાં મકાન પડી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં 8 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર તમામ ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઇજાગ્રસ્તામાંથી 3 લોકોનાં મોત નિપજ્યો હોવાનુ સામે આવી રહ્યું છે, તો બાકીના લોકો સારવાર હેઠળ છે. હજી બે વધુ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢવા માટેની જહેમત ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.