રાજકોટ/ તણાયેલી કારમાંથી જ પેલિકનના માલિક કિશનભાઈ શાહનો મળ્યો મૃતદેહ

કાર તણાયાના બીજા દિવસે કાર કીચડમાં ખુંચેલી મળી હતી. ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી અને કારમાંથી જ પેલિકન ફેક્ટ્રીના માલિક કિશનભાઈ

Gujarat Rajkot
Untitled 146 તણાયેલી કારમાંથી જ પેલિકનના માલિક કિશનભાઈ શાહનો મળ્યો મૃતદેહ

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક નદીનાળા છલકાયા છે અને ડેમ પણ ઓવરફ્લો થયા હતા. તેવામાં કાલાવાડ રોડ પર લોધિકા નજીક છાપરા ફેક્ટરીએ જતી આઈ 20 કાર બેઠા પુલમાં તણાઈ ગઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર પાણીનું વહેણ વધારે હોવાથી સ્થાનિકોએ કારને પુલ પર ન ઉતારવા ચેતવ્યા હતા પરંતુ તેમ છતા કાર પસાર કરવા જતા કાર તણાઈ ગઈ હતી.

આ પણ વાંચો :ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવ માં દોઢથી બે ગણો વધારો થયો

કાર તણાયાના બીજા દિવસે કાર કીચડમાં ખુંચેલી મળી હતી. ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી અને કારમાંથી જ પેલિકન ફેક્ટ્રીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનો ડ્રાઈવર હજુ પણ લાપતા છે. કાર તણાઈ તે સમયે કારમાં પેલિકન ફેક્ટ્રીના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ કિશાન શાહ અને તેમના મિત્રો કારમાં સવાર હતા. કારમાં કુલ 3 લોકો સવાર હતા જેમાંથી એકનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે અન્ય બેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :ઘાટલોડિયાની ગોપાલનગરની ફેક્ટરીમાંથી મળ્યા 3 મૃતદેહ

આ અંગે છેલ્લે મળતી માહિતી અનુસાર કારમાં સવાર સંજય બોરીયા નામના વ્યક્તિને બચાવી લેવાયા હતા જ્યારે કિશન શાહ અને તેમના અન્ય એક મિત્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે આજે કિશનભાઈ શાહનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો.