Not Set/ આસારામ પર આવેલા ચુકાદા પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપ્યું નિવેદન

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત માન્યાં હતા. આ કેસમાં પાંચ આરોપીઓ હતા,જેમાં કોર્ટે આસારામ સહિત ત્રણને દોષિત માન્યા છે. જ્યારે બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે. આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે બીજા બે આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે આસારામ પર આવેલા […]

Gujarat
Modi Asaram 1 આસારામ પર આવેલા ચુકાદા પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપ્યું નિવેદન

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત માન્યાં હતા. આ કેસમાં પાંચ આરોપીઓ હતા,જેમાં કોર્ટે આસારામ સહિત ત્રણને દોષિત માન્યા છે. જ્યારે બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે. આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે બીજા બે આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી છે.

ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે આસારામ પર આવેલા ચૂકાદા અંગે જણાવવામાં આવ્યું હતું કે દેશની ન્યાય પ્રણાલી પારદર્શક છે. દુષ્કર્મના ગંભીર આરોપ બદલ ન્યાયાલય દ્વારા સજા ફટકારવામાં આવેલી છે. પરંતુ આસારામનાં ભક્તો સમર્થકો દ્વારા ગુજરાતની શાંતિ ડહોળાય નહીં તે માટે પણ ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવેલો છે તથા હાલમાં રાજ્યમાં શાંતિ છે.

આશારામનાં ચુસ્ત અનુયાયી એવા પૂર્વ આઈપીએસ અધિકારી ડાહ્યાભાઈ ગોબરજી વણઝારા ઉર્ફે ડી.જી.વણજારા આજ બપોરે મોટેરા સ્થિત આશ્રમ પહોંચ્યા હતા. તેમને મીડિયા સાથે વાત કરતા નિવેદન આપ્યું હતું કે, સગીર વયની પીડિતાએ નથી કહ્યું કે રેપ થયો છે. તેણે રેપ થવાની પુષ્ટિની વાત ક્યારેય નથી કરી. ત્યાર બાદ વધુમાં તેમને જણાવ્યું હતું કે પીડિતાએ કોર્ટેમાં બળાત્કારની વાત નથી કરી. તેઓ કોર્ટના ચુકાદાને સન્માન કરે છે તેમ જણાવતા તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો અંતિમ નથી તેમ જણાવ્યું હતું. આથી સ્પષ્ટ પણે જાન થાય છે કે આગળ શું થઇ શકે છે. તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આસારામ જેવા સંતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.