Not Set/ રાજકોટને 14-15 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મોકલાયા : CM વિજય રૂપાણી

મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોરોના સંકટ ઘેરાઈ રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના એટલો બધો વધી રહ્યો છે કે હોસ્પિટલોમાં દરીઓન લાંબી કતારો જોવા મળી રહી છે.

Top Stories Gujarat Others Trending
aap 20 રાજકોટને 14-15 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મોકલાયા : CM વિજય રૂપાણી

ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોરોના સંકટ ઘેરાઈ રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના એટલો બધો વધી રહ્યો છે કે હોસ્પિટલોમાં દરીઓન લાંબી કતારો જોવા મળી રહી છે. તાવ, શરદીસ, ઉધરસ જેવા કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોચી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના ટેસ્ટિંગ માટે 1 કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે. જેને લઈને વહીવટી તંત્ર પણ સાબદું થયું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કોરોના કહેર વધતા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. પરંતુ તેની હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા નથી. કોરોના દર્દીની સારવારમાં ઉપયોગમાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાથી લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.  રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલ બહાર 300 કરતા વધારે લોકોની લાંબી લાઈનો લાગી હતી. સુરત, રાજકોટ, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું.

તો વળી સાબરકાંઠામાં ફેબીફ્લુ નામની કોરોનાની સારવારમાં વપરાતી દવાની અછત થઈ હોવાનું પણ જાણવા મળ્યું  છે. રાજ્યમાં કોરોનાના ઇન્જેક્શન બાદ દવાની પણ અછત થઈ હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર-ઈડર સિવિલ હોસ્પિટલોમાં દવાની અછત થઈ.  કોરોનાની સારવારમાં ફેબીફ્લુ દવા ઉપયોગી છે.  દવાની અછત ઉભી થતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઇન્જેક્શન બાદ દવા ન મળતા દર્દીઓના પરિજનોમાં રોષ જોવા મળ્યો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વધતા જતા કોરોના સંક્રમણને નાથવા અને કોરોના સંકટ વધુ ઘેરું નાં બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ના.મુખ્યમત્રી નીતીન પટેલ સહીત ટોચના અધિકારીઓ આજે સવારે મોરબી-રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા. જયાં તેમણે જીલ્લા કલેકટરો સાથે કોરોનાવા વધતા કેસ અંગે સમીક્ષા કરી હતી. તો રાજકોટમાં સીએમ વિજય રૂપાણીએ એક નિવેદનમાં જાણવું હતું કે, ગુજરાતમાં છેલ્લા અઠવાડીયામાં નવા 15231 બેડ વધાર્યા છે. જયારે માત્ર રાજકોટ જીલ્લામાં હાલમાં 4293 બેડ  છે. જેમાં 1700 બેડ કાર્યરત છે. રાજકોટમાં સમરસ હોસ્ટેલના 8 માળ સુધી ઓક્સિજન પહોંચાડવા કામ શરૂ છે. સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને ઘરે જ સારવાર લેવા કહેવાય છે.

રાજકોટને 5 દિવસમાં 14-15 હજાર ઇન્જેક્શન મોકલાયા છે. રાજકોટમાં વધારેમાં વધારે કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વધુ કેસ આવે તે વિસ્તારને સીલ કરવામાં આવે અને રાજકોટ ઝડપથી કોરોના મુક્ત બને તે માટે કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં RTPCR ટેસ્ટ માટે નવુ એક મશીન પણ આવતી કાલે મુકવા માં આવશે તેવી તેમને જાહેરાત કરી હતી.