PM Modi US Visit/ અમેરિકામાં એલોન મસ્કને મળશે PM મોદી, આ મુદ્દે થઇ શકે છે વાતચીત

પીએમ મોદી અમેરિકામાં વિશ્વના જાણીતા ઉદ્યોગપતિઓ અને અન્ય ક્ષેત્રના લોકોને મળશે. પીએમ મોદી જેમને મળશે તેમની યાદીમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનું નામ સામેલ છે.

World Trending
Untitled 113 3 અમેરિકામાં એલોન મસ્કને મળશે PM મોદી, આ મુદ્દે થઇ શકે છે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુએસ પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકામાં રહેશે. પીએમ મોદી અહીં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરશે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પીએમ મોદી અહીં વિશ્વના જાણીતા ઉદ્યોગપતિઓ અને અન્ય ક્ષેત્રના લોકોને મળશે. પીએમ મોદી જેમને મળશે તેમની યાદીમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનું નામ સામેલ છે. મતલબ કે વડાપ્રધાન મોદી તેમના યુએસ પ્રવાસ દરમિયાન એલોન મસ્કને પણ મળશે. એવું માનવામાં આવે છે કે ભારતમાં ટેસ્લા કંપનીના પ્રોજેક્ટને સ્થાપિત કરવા પર બંને વચ્ચે ચર્ચા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુએસએ મુલાકાત દરમિયાન ન્યુયોર્કમાં લગભગ 24 નોબેલ પારિતોષિક વિજેતાઓ, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રની હસ્તીઓ સાથે મુલાકાત કરશે, જેમાં ટેસ્લાના સહ-સ્થાપક એલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસ્ટ નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડ -વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ (ફાલ્ગુની શાહ), પોલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોહમેન, ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, ડૉ. પીટર એગ્રે, ડૉ. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનનું નામ સામેલ છે.

પીએમ મોદી લગભગ 24 લોકોને મળશે

એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન લગભગ 24 લોકોને મળશે. જો કે આ બેઠકમાં કયા એજન્ડા પર ચર્ચા થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આપને જણાવી દઈએ કે એલોન મસ્ક ભારતમાં ટેસ્લા ફેક્ટરી શરૂ કરવાનો સંકેત આપી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે ટેસ્લાની નવી ફેક્ટરી લગાવવા માટે ભારત સૌથી યોગ્ય સ્થળ છે. ટેસ્લા કંપનીની કાર આખી દુનિયામાં ફેમસ છે. કાર માર્કેટમાં ટેસ્લા કારની સૌથી વધુ માંગ છે. ભારત પણ આ કારની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાને કહ્યું મને જેલમાં નાંખી દો પણ હું ઝુકીશ નહીં…

આ પણ વાંચો:ઇજિપ્તની આ મસ્જિદની મુલાકાત લેવાના છે PM મોદી,જાણો તેનો ઇતિહાસ

આ પણ વાંચો:રાષ્ટ્રગીત દરમિયાન પુતિને કર્યું કંઇક એવો ઈશારો, વીડિયો થયો વાયરલ; લોકો કરી રહ્યા છે વખાણ

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય યાત્રા કેમ અગાઉની યાત્રાઓ કરતા છે ખાસ?

આ પણ વાંચો:PM મોદીના US પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો કયા દિવસે મળશે બિડેનને