Not Set/ જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત લાગુ કરાયું રાજ્યપાલ શાસન, જુઓ, ૧૯૭૭ બાદ ક્યારે-ક્યારે ગવર્નરે સંભાળ્યો ચાર્જ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર માંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી પણ આપી દીધી છે, ત્યારે છેલ્લા ૪૦ વર્ષમાં રાજ્યમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લગાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હવે ૬ મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે. રાષ્ટ્રપતિની આ […]

India Trending
695131 nn vohra જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત લાગુ કરાયું રાજ્યપાલ શાસન, જુઓ, ૧૯૭૭ બાદ ક્યારે-ક્યારે ગવર્નરે સંભાળ્યો ચાર્જ

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર માંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી પણ આપી દીધી છે, ત્યારે છેલ્લા ૪૦ વર્ષમાં રાજ્યમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લગાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં હવે ૬ મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે. રાષ્ટ્રપતિની આ મંજુરી બાદ હવે રાજ્યપાલ એન એન વોરા પાસે રાજ્યનો ચાર્જ આવ્યો છે, તો બીજી બાજુ રાજ્યપાલ એન એન વોરા ૨૨૦૮, ૨૦૧૫ અને ૨૦૧૬ પછી હવે ચોથીવાર રાજ્યપાલનો ચાર્જ સંભાળશે.

રાજ્યમાં લગાવવામાં આવેલા રાજ્યપાલ શાસન :

૧. માર્ચ, ૧૯૭૭માં રાજ્યપાલ શાસન લાગ્યું હતું, ત્યારે કોંગ્રેસ દ્વારા નેશનલ કોન્ફરન્સ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યા બાદ શેખ મોહમ્મદ અબ્દુલ્લાની સરકાર લઘુમતીમાં આવી હતી.

૨. માર્ચ, ૧૯૮૮માં ગુલામ મોહમ્મદ શાહની સરકાર લઘુમતીમાં આવ્યા બાદ બીજી વાર રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના બાગી ગુલામ મોહમ્મદની સરકારમાંથી કોંગ્રેસે સમર્થન પાછું ખેંચ્યું હતું.

૩. જાન્યુઆરી, ૧૯૯૦માં જગમોહનને રાજ્યપાલ બનાવવા નિર્ણય વિરુધ ફારુક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ૬ વર્ષ, ૨૬૪ દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું.

૪. ઓકટોબર, ૨૦૦૨માં ત્રિશુંક વિધાનસભા બન્યા બાદ ચોથી વાર રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ માત્ર ૧૫ દિવસમાં જ PDP-કોંગ્રેસના ગઠબંધન દ્વારા સરકાર બનાવવામાં આવી હતી.

૫. જુલાઈ, ૨૦૦૮માં જયારે PDP દ્વારા કોંગ્રેસની ગુલાબ નબી આઝાદ સરકારમાંથી સમર્થન પાછું ખેચ્યું હતું ત્યારે પણ રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું.

૬. જાન્યુઆરી, ૨૦૧૫માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જયારે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળ્યો હતો ત્યારે છઠ્ઠી વાર રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું હતું.

૭. જાન્યુઆરી, ૨૦૧૬માં મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થયું હતું ત્યારબાદ રાજ્યમાં સાતમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું.

૮. તાજેતરમાં ભાજપ-PDP સરકારમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન પાછું ખેચાયા બાદ હવે આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે.