fraud case/ દવા કંપનીના સીએમડીએ કરી 70 કરોડની છેતરપિંડી

નોઈડામાં એક દવાની કંપનીના સીએમડીએ 70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે પોલીસે આરોપીને બેંગલુરૂથી ઝડપી લીધો હતો. આ અંગે સેક્ટર 20 માં પિડીત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Top Stories India
YouTube Thumbnail 2024 03 08T184024.074 દવા કંપનીના સીએમડીએ કરી 70 કરોડની છેતરપિંડી

@ નિકુંજ પટેલ

  • નોઈડા પોલીસે આરોપીની ધરપકડ કરી

નોઈડામાં એક દવાની કંપનીના સીએમડીએ 70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે પોલીસે આરોપીને બેંગલુરૂથી ઝડપી લીધો હતો. આ અંગે સેક્ટર 20 માં પિડીત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નોઈડામાં છ વર્ષ જૂના કેસમાં એક કંપનીના સીએમડીની પોલીસે ધરપકડ કરી છે. છ વર્ષ અગાઉ એક રોકાણકાર સાથે આરોપીએ 70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કેસમાં દવાની કંપનીના ચીફ મેનેજીંગ ડિરેક્ટર (સીએમડી)ની બેંગલુરૂથી ધરપકડ કરી હોવાનું નોઈડા પોલીસે જણાવ્યું હતું.
આ દવાની કંપનીની ઓફિસ દુબઈ અને ચેન્નાઈમાં છે. જ્યારે દિલ્હી નિવાસી રોકાણકાર નોઈડાના સેક્ટર-18 માં એક ફર્મ ચલાવે છે. પોલીસે આપોલી માહિતી મુજબ 5 ડિસેમ્બર 2023 ના રોજ શાકીર હુસેને સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેણે જમાવ્યું હતું કે ચેન્નાઈના મૂળ નિવાસી આરોપી રમાની કલ્પતિ રામચંદ્રન વેંકટે તેમની કંપનીમાં રોકાણને બહાને 70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. વેંકટ પર આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃInfosys Foundation-Sudhay Murty/પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ