COrona Testing/ UPમાં ચીનથી પરત આવેલો યુવક કોરોના સંક્રમિત, સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા

ઉત્તર પ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલો એક યુવક કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

Top Stories India
UP Corona testing UPમાં ચીનથી પરત આવેલો યુવક કોરોના સંક્રમિત, સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા

ઉત્તર પ્રદેશના (Uttarpradesh) આગ્રામાં (Agra) ચીનથી (China) પરત ફરેલો એક યુવક કોરોના સંક્રમિત (Covid Positive) હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં (Health department) ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ યુવકના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (Genome sequincing) માટે મોકલ્યા છે.

કોવિડ-19 વેરિઅન્ટ વિશેની માહિતી જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલમાં, ચેપગ્રસ્ત દર્દીને ઘરે અલગ રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં (Contact tracing) રોકાયેલા છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે.

યુવક ત્રીજી ડિસેમ્બરે ચીનથી પરત આવ્યો હતો. ખાંસી-શરદીની ફરિયાદ પર યુવકે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તપાસમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પીડિત દર્દી આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશન  (Shahganj Police station) વિસ્તારનો રહેવાસી છે. કોરોના સંક્રમણની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે દર્દીના ઘરે રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલી છે અને સમગ્ર પરિવારના સેમ્પલ એકઠા કર્યા છે.

દર્દીના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે KGMUને મોકલવામાં આવ્યા હતા. આગ્રામાં કોરોના સંક્રમણના વધતા ખતરાને જોતા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ છે. આગ્રાની તમામ મોટી ઐતિહાસિક ઈમારતોની સાથે બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જરૂર પડ્યે લોકોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. ચીફ મેડિકલ ઓફિસર (Chief Medical officer) ડૉ. અરુણ કુમાર શ્રીવાસ્તવે (Dr. Arunkumar Srivastav) જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, લોકોએ ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ

Russia Ukrain War/ ‘અમે આગમાં ઘી હોમી રહ્યા નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનનું મોટું નિવેદન

ડ્રોન/ દિલ્હીના મેટ્રો સ્ટેશનના રૂટ પર ડ્રોન મળી આવતાં સેવા બંધ કરવી પડી