મુંબઈ,
ફેમિના મિસ ઇન્ડિયા 2018 કોન્ટેસ્ટનું પરિણામ આવી ગયું છે. 2018 મિસ ઇન્ડિયા વર્લ્ડ બની છે અનુકૃતિ વાસ. તમિલનાડુની રહેવા વાળી અનુકૃતીએ 29 પ્રતિયોગીઓને હરાવીને આ ક્રાઉન પોતાના નામે કર્યો છે.
મુંબઈમાં થયેલી આ પ્રતિયોગિતામાં હરિયાણાની રહેવાસી મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર-અપ બની છે અને આંધ્રપ્રદેશની રહેવાવાળી શ્રેયા રાવ સેકંડ રનર-અપ બની છે. જયારે ટોપ-5 માં પહોચવા વાળી કન્ટેસ્ટંટમાં દિલ્હીની રહેવાસી ગાયત્રી ભારદ્વાજ અને ઝારખંડની રહેવા વાળી સ્ટેફી પટેલ શામેલ છે.
આ ઇવેન્ટની જજ પેનલમાં બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા, અભિનેતા બોબી દેઓલ, કુણાલ કપૂર, ક્રિકેટર ઈરફાન પઠાન અને કે.એલ.રાહુલ શામેલ હતા. ઉપરાંત વર્ષ 2017માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છીલ્લર પણ હાજર હતી. માનુષીએ અનુકૃતિને તાજ પહેરાવ્યો હતો.
આ ઇવેન્ટ કરણ જોહર અને આયુષ્માન ખુરાનાએ હોસ્ટ કરી હતી. બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત, કરીના કપૂર ખાન અને જેકલીન ફર્નાન્ડીસે ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. અનુકૃતિ વાસ હવે મિસ વર્લ્ડ 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.