Not Set/ સુરત: શાળાની બેદરકારીના કારણે બે બાળકો પર લોખંડની ગ્રીલ પડી, બંને ઈજાગ્રસ્ત

સુરતમાં વિડરોડ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની મહાત્મા જ્યોતિ બા શાળાની એક દુર્ઘટના સામે આવી છે. વાત એમ છે આ સ્કુલના ગ્રીલ તૂટી પડતા બે માસુમ વિદ્યાર્થીઓ તેની નીચે આવી ગયા હતા. જયારે તાત્કાલિક સારવાર અર્થે બંને બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ધટના પર પ્રતિક્રિયા આપતા સિક્યુરીટીએ જણાવ્યું હતું કે બંને બાળકોએ ગ્રીલને હલાવી હતી, જેના […]

Top Stories Gujarat Surat
Surat School Gate સુરત: શાળાની બેદરકારીના કારણે બે બાળકો પર લોખંડની ગ્રીલ પડી, બંને ઈજાગ્રસ્ત

સુરતમાં વિડરોડ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની મહાત્મા જ્યોતિ બા શાળાની એક દુર્ઘટના સામે આવી છે. વાત એમ છે આ સ્કુલના ગ્રીલ તૂટી પડતા બે માસુમ વિદ્યાર્થીઓ તેની નીચે આવી ગયા હતા. જયારે તાત્કાલિક સારવાર અર્થે બંને બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ ધટના પર પ્રતિક્રિયા આપતા સિક્યુરીટીએ જણાવ્યું હતું કે બંને બાળકોએ ગ્રીલને હલાવી હતી, જેના કારણે ગ્રીલ સરકવાના  કારણે તેમના પર પડી હતી. જેના કારણે બંને બાળકોને ઈજા પહોંચી હતી.

આ સમગ્ર ઘટના ત્યાં સ્થિત સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે બે બાળકો ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવામાં લોખંડનો ગેટ તેમની પર પડે છે આથી બંને વિદ્યાર્થીઓ ઘાયલ થાય છે. આ ઘટના જોઈ લોકોનો જમાવડો ત્યાં એકત્રિત થઇ જાય છે અને બાળકોને કાઢીને તાત્કાલિક પણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.