Not Set/ દસાડાના નાવીયાણી-મેરા રોડ પરથી વિદેશી દારૂની 347 બોટલો સાથે કાર ઝડપાઇ, એક આરોપી ઝબ્બે

સાડા હાઇવે પર નાવીયાણી મેરા ગામના રોડ પરથી એક સફેદ કલરની વોક્સવેગન ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

Gujarat Others
Untitled 238 દસાડાના નાવીયાણી-મેરા રોડ પરથી વિદેશી દારૂની 347 બોટલો સાથે કાર ઝડપાઇ, એક આરોપી ઝબ્બે

દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પર નાવીયાણી-મેરા ગામના રોડ પરથી નીકળેલી સફેદ કલરની વોક્સવેગન ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની 347 બોટલો સાથે ગાડી ઝડપાઇ હતી. દસાડા પોલીસે વિદેશી દારૂની 347 બોટલો, મોબાઇલ નંગ-1 અને ગાડી મળી કુલ રૂ. 3,52,355 લાખનો મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે, દસાડા હાઇવે પર નાવીયાણી મેરા ગામના રોડ પરથી એક સફેદ કલરની વોક્સવેગન ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરવા છતાં કારચાલક ગાડી હંકારી જતા દસાડા પોલીસ સ્ટાફે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને આંતરીને ગાડીમાં સવાર ડીસા-બનાશકાંઠાના આરોપી અરવિંદભાઇ રામસંગભાઇ રાઠોડ (નાયી)ને પોલીસે પકડી પાડ્યો હતો.

આ ગાડીની દસાડા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા ગાડી નં. GJ-18-BA-3737માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- 347 કિંમત રૂ. 1,42,355, મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 10,000 અને વોક્સવેગન ગાડી કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 3,52,355ના મુદામાલ સાથે ડીસા-બનાસકાંઠાના અરવિંદભાઇ રામસંગભાઇ રાઠોડ (નાયી)ને ઝબ્બે કરી એની વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દસાડા પોલીસના આ દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા, દાનુભાઇ રંજીયા, હાર્દિકભાઇ શુકલ અને લીલાભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.