ગુજરાત/ છોટાઉદેપુર જીલ્લા ના ચાર તાલુકા કોરોના મુક્ત બન્યા, છતાં અફવાઓને લઇ વેકસીનેસન માટે ડર નો માહોલ

સુલેમાન ખત્રી -મંતવ્ય ન્યુઝ છોટાઉદેપુર જીલ્લો કોરોના મુક્ત થવા તરફ કોરોના ની બીજી લહેર શાંત પડી રહી છે છોટાઉદેપુર  જીલ્લાના ચાર તાલુકા થયા કોરોના મુક્ત થયા છે જેમા છોટાઉદેપુર, પાવીજેતપુર,કવાંટ, નસવાડી મા એક પણ કેસ નહી હોવા થી હાલ આ ચાર તાલુકા કોરોના મુક્ત થયા હોવાનુ કહી શકાય  જીલ્લામા ફક્ત 5 જ કોરોના ના એક્ટીવ કેસ સારવાર હેઠળ છે તો બીજી […]

Gujarat Vadodara
Untitled 151 છોટાઉદેપુર જીલ્લા ના ચાર તાલુકા કોરોના મુક્ત બન્યા, છતાં અફવાઓને લઇ વેકસીનેસન માટે ડર નો માહોલ

સુલેમાન ખત્રી -મંતવ્ય ન્યુઝ

છોટાઉદેપુર જીલ્લો કોરોના મુક્ત થવા તરફ કોરોના ની બીજી લહેર શાંત પડી રહી છે છોટાઉદેપુર  જીલ્લાના ચાર તાલુકા થયા કોરોના મુક્ત થયા છે જેમા છોટાઉદેપુર, પાવીજેતપુર,કવાંટ, નસવાડી મા એક પણ કેસ નહી હોવા થી હાલ આ ચાર તાલુકા કોરોના મુક્ત થયા હોવાનુ કહી શકાય  જીલ્લામા ફક્ત 5 જ કોરોના ના એક્ટીવ કેસ સારવાર હેઠળ છે

તો બીજી તરફ કોરોના સામે લડત આપતી વેકસીન લેવા માટે લોકો ઉત્સાહ સાથે વેકસીનેસન કરાવી રહ્યા છે તો કેટલાક લોકો કોરોના વેકસીન લીધા બાદ આડ અસર તેમજ અલગ અલગ પ્રકાર ની અફવાઓ થી લોકોમા હજુ ડર નો માહોલ હોય કોરોનાની વેકસીન મુકાવવામા અસમંજસમાં છે

બોડેલી મા અલગ અલગ ચાર જગ્યા એ વેકસીન મુકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આજે બોડેલીના અલીપુરા વિસ્તાર મા આવેલી  MDI શાળા મા પણ વેકસીનેસન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા લોકોએ ઉત્સાહ પુર્વક રસી મુકાવવા ઉમટી પડયા હતા જેમા મુસ્લિમ અગ્રણી  સૈયદ મોહસીન બાવા, તથા સમાજસેવી જીગ્નેશભાઇ ચોકસી તેમજ બોડેલીના આરોગ્ય કર્મીઓએ સરાહનીય કામગીરી કરી લોકો ને વેકસીનેસન માટે પ્રેરિત કર્યા હતા

જીગ્નેશ ભાઇ ચોકસી સાથે વાત કરતા તેમણે લોકો વેકસીનેસન કરાવે તેવી અપીલ કરી હતી અને જણાવ્યુ હતુ કે હાલ જીલ્લા મા ફક્ત 5 જ કોરોના ના એક્ટીવ કેસ છે બીજી લહેર શાંત પડી રહી છે અને કોરોની ત્રીજી લહેરને અટકાવવા વેકસીન જ શ્રેષ્ઠ ઉપાય છે જીલ્લા મા કોરોના શાંત પડ્યો છે આપડે હજુ પણ પહેલાની જેમ જ સાવચેતી રાખવાની જરૂર છે માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ કામ વગર બહાર નિકળવુ સહિત ની તકેદારી રાખવી પડશે તો જ આપડે ત્રીજી લહેર ને આવતા રોકો શકીશું વેકસીનેસન બાદ સૈયદ મોહસીન બાવા તેમજ જીગ્નેશ ભાઈ ચોકસી એ આરોગ્ય કર્મીઓનુ પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવ્યુ હતુ અને આરોગ્ય કર્મીઓની સરાહનીય કામગીરી ને બિરદાવી હતી

છોટાઉદેપુર જીલ્લામા અત્યાર સુધી  2635 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે  તાલુકાવાર કોરોના પોઝિટિવ દર્દીના આંકડા છોટાઉદેપુર-757, પાવીજેતપુર-345 ,  બોડેલી-726 ,
સંખેડા -295 ,  કવાંટ- 211 , નસવાડી-301 , અત્યાર સુધી 2594 કોરોના દર્દી ને ડીસ્ચાર્જ કરાયા હાલ ફક્ત 5 દર્દી સારવાર હેઠળ છે જીલ્લામા અત્યાર સુધી કુલ 12 ના કોરોના થી મોત જયારે 24 ના અન્ય રોગો થી મૃત્યુ થયા નો સત્તાવાર રીતે નો આંકડો છે