લાલબત્તી સમાન કિસ્સો/ સુરતમાં પહેલા માળેથી બાળક પટકાતા મોત, પરિવારમાં ગમગીની

સુરતમાં 2 વર્ષિય બાળકનું પહેલા માળેથી પટકાતા મોત નિપજ્યુ હતું.. પલસાણામાં સ્થિત મહાદેવ સોસાયટીમાં બાળક રમતા રમતા પહેલા માળેથી નિચે પટકાયુ હતું.

Top Stories Gujarat Surat
પટકાતા મોત

સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક પટકાતાં મોત નિપજ્યું છે. પલસાણામાં સ્થિત મહાદેવ સોસા.માં બાળક રમતાં-રમતાં પહેલા માળેથી નીચે પટકાતા મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં 2 વર્ષિય બાળકનું પહેલા માળેથી પટકાતા મોત નિપજ્યુ હતું.. પલસાણામાં સ્થિત મહાદેવ સોસાયટીમાં બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયુ હતું.બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતું. ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો છે.

આ પહેલા જાન્યુઆરીમાં સુરતમાં દાદીએ પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા,બાળક બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતો. ઘટનાને પગલે રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો:બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ

આ પણ વાંચો:રાજકોટમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો કૂતરાએ ખેંચ્યો અને મળ્યું મોત

આ પણ વાંચો:ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:દમણમાં પિતા સાથે વાત કરતાં-કરતાં પુત્રનું મોત

આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ