Womens death/ રાજકોટમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો કૂતરાએ ખેંચ્યો અને મળ્યું મોત

રાજકોટવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિમળી રહી નથી ત્યાં હવે તેને રખડતા શ્વાનનો આતંક નડી રહ્યો છે. રાજકોટમાં રખડતા શ્વાને કેટલાય લોકો પર હુમલો કર્યાના બનાવ તો બન્યા છે પણ હવે આ શ્વાનના લીધે એક મહિલાએ જીવ ગુમાવવાનો દહાડો આવ્યો છે.

Top Stories Gujarat Rajkot
Womens Death

રાજકોટ: રાજકોટવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિમળી Womens Death રહી નથી ત્યાં હવે તેને રખડતા શ્વાનનો આતંક નડી રહ્યો છે. રાજકોટમાં રખડતા શ્વાને કેટલાય લોકો પર હુમલો કર્યાના બનાવ તો બન્યા છે પણ હવે આ શ્વાનના લીધે એક મહિલાએ જીવ ગુમાવવાનો દહાડો આવ્યો છે. આમ હવે રખડતા કૂતરાના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે. રાજકોટમાં એક દંપદી બાઇક પર જઈ રહ્યુ હતુ ત્યારે કૂતરાએ મહિલાની સાડીનો છેડો પકડી લેતા મહિલા બાઇક પરથી પટકાઈ હતી. પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.

આ દંપતી સામાજિક પ્રસંગ નિમિત્તે હવનમાં હાજરી આપવા જઈ રહ્યું હતું. Womens Death રાજકોટની કોઠારિયા ચોકડી નજીક બનેલા આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને તાકીદે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પણ ડોક્ટરોે તેને મૃત જાહેર કરીહ તી. રાજકોટમાં કોઠારિયા રોડ પારસ પાર્ક ખાતે રહેતા મનજીભાઈ ગોંડલીયા પત્ની સાથે વહેલી સવારે ગામડે જવા નીકળ્યા ત્યારે કોઠારિયા ચોકડી ખાતે આ ઘટના બની હતી. બાઇકની પાછળ બેઠેલા નયનાબેનની સાડીને છેડો કૂતરાએ પકડતા નયનાબેને સંતુલન ગુમાવ્યુ હતુ. તેમના પતિ પણ બાઇક સાથે પટકાયા હતા. જો કે હેલમેટના હિસાબે તેમનું માથી બચી ગયુ હતુ, પણ નયનાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો જીવ બચી શક્યો ન હતો. આ દંપતી હવનમાં હાજરી આપવા જતું હતું.

આ પહેલા સુરતમાં હડકાયા શ્વાને હુમલો કરી એક બાળકનો જીવ લઈ લીધો હતો. Womens Death પાંડેસરા વિસ્તાર નજીક ભેસ્તાનના એક કપચીમાં રમતા બાળકો પર પાંચ કરતાં વધુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને બાળકની હાલત ગંભીર થઈ ગઈ હતી. 5 કરતાં વધુ શ્વાને હુમલો કરતા બાળકને 25 જેટલા બચકાં ભર્યા હતા. ત્યારે ગંભીર અવસ્થામાં તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

 

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલ ગાંધીને બે વર્ષની સજા, પણ જામીન અરજી તાત્કાલિક મંજૂર, કોંગ્રેસને હાશકારો

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલ ગાંધીને કલમ-500 હેઠળ દોષિત ઠેરવ્યા તે કલમ શું છે તે જાણો

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલને ફરીથી ‘મોદી’ નડ્યાઃ માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા