ચોરી/ ભાવનગરમાં તસ્કરોનો આતંક યથાવત, જ્વેલરી શોપમાંથી સોના-ચાંદીના દાગીનાની કરી ચોરી

શહેરના હાર્દ સમા ગણાતા વિસ્તાર એવા વોરા બજાર કે જ્યાં મોટાભાગના સોના-ચાંદીના વેપારીઓની દુકાનો આવેલી છે. જ્યાં મોડી રાત્રે કોઈ અજાણ્યા ઇસમો નિકાહ જ્વેલરી નામની દુકાનમાં સટર તોડીને અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂપિયા દસ લાખની મત્તા ઉઠાવી ને ફરાર થયા હતા.

Gujarat Others
a 211 ભાવનગરમાં તસ્કરોનો આતંક યથાવત, જ્વેલરી શોપમાંથી સોના-ચાંદીના દાગીનાની કરી ચોરી

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર 

ભાવનગર શહેરના બજારમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા ઉઠાવીને પલાયન થયા હતા. મકરસંક્રાંતિ તહેવારની આગલી રાતે ભાવનગર શહેરમાં ચોરીની ઘટના બનવા પામી હતી. જેમાં શહેરના હાર્દ સમા ગણાતા વિસ્તાર એવા વોરા બજાર કે જ્યાં મોટાભાગના સોના-ચાંદીના વેપારીઓની દુકાનો આવેલી છે. જ્યાં મોડી રાત્રે કોઈ અજાણ્યા ઇસમો નિકાહ જ્વેલરી નામની દુકાનમાં સટર તોડીને અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂપિયા દસ લાખની મત્તા ઉઠાવી ને ફરાર થયા હતા.

સમગ્ર ઘટનાને લઇને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે મકરસંક્રાંતિની રાત્રે શહેરની બજારોમાં આથી ભીડ જોવા મળતી હોય છે. તેમ છતાં તસ્કરો પોતાની કળા અજમાવી ગયા હોય તેવી ઘટના બની હતી.

ચોરીની ઘટના અંગે દુકાનદારને માલુમ પડતાં વેપારી દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ચોરી અંગેની ઘટનાની તપાસ હાથ ધરતાં દુકાનમાં રાખેલા સીસીટીવીમાં તમામ કરો જોવા મળ્યા હતા. જે અંગે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજની દિશામાં જેના તસ્કરોને ઝડપી લેવા તરફ પ્રગતિમાં કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો