લૂંટ/ ખાનગી બસોવાળા પરપ્રાંતિયો પાસેથી વસૂલે છે બેફામ ભાડું

ખાનગી બસો વાળા ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે

Gujarat
private bus ખાનગી બસોવાળા પરપ્રાંતિયો પાસેથી વસૂલે છે બેફામ ભાડું

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને કોરોના લીધે લોકો મરી રહ્યા છે.રાજ્યમાં કોરોનાના લીધે હાલત ખુબ ખરાબ છે ત્યારે દક્ષિણ ગુજારતમાં ખાનગી બસોવાળા આફતને અવસરમાં ફેરવી રહ્યા છે. લોકડાઉનની સ્થિતિ સર્જાઇ હોવાથી પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પલાયન થઇ રહ્યા છે ત્યારે ળકઝરીવાળાઓ તેમની પાસેથી બેફામ ભાડું વસૂલી રહ્યા છે. 2 હજાર થી 3 હજાર સુધી ભાડું લઇ રહ્યા છે. કોરોનાની મહામારીમાં માનવતા નેવે મુકીને બેફામ લૂૂંટ લકઝરીવાળા કરી રહ્યા છે.

વાપી જીઆઇડીસી અને દાદરનગર હવેલી-દમણના ઉધોગોમાં કામ કરતાં મજૂરો વતન જઇ રહ્યા છે.પરપ્રાતિયોમાં સૌથી વધારે યુપી,મધ્યપ્રદેશ તથા બિહારના લોકો  કામ કરી રહ્યા છે. વાપીમાં પેપીલોન અને બોમ્બે હોટલ પાસેથી લકઝરીઓ સ્થળાતંર થઇ રહી છે. વાપી,સેલવાસ,દમણમાં કોરોના મહામારીના લીધે સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવતાં મજૂરો પાતાના વતન જઇ રહ્યાં છે.

લોકડાઉનની દહેશતે તે પોતાના વતની વાટ પકટી રહ્યા છે. લકઝરીવાળા ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉટાવી રહ્યા છે બસમાં સિંગલ સીટ પર કોરોના ગાઇડલાઇન મુજબ મુસાફરો બેસડવાના હોય છે .સરકારના નિયમો નેવા મૂકીને લકઝરી બસમાં 90 જેટલા મુસાફરોને ભરી દેવામાં આવે છે અને તેમની પાસેથી બેફામ ભાડું વસૂલવામાં આવે છે. વતન માટે આવેલા મજૂરોની ભીડ એટલી છે કે કોરોના કેસો વધી શકે છે. લકઝરી બસવાળાઓ પ્રશાસનના નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે .