@અમિત રૂપાપરા
Surat : ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈસરોની સાથે જોડાયો હોવાનું દાવો કરનાર અને ચંદ્રયાન 3ની ડિઝાઇનમાં પોતાનો ફાળો હોવાની વાતો કરનારા સુરતના મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટ્યો છે. મિતુલ ત્રિવેદી પોતાને વૈજ્ઞાનિક કહેતો હતો પરંતુ હવે સુરત પોલીસે મિતુલનો ભાંડો ફોડી નાખ્યો છે અને તેને ઈસરોના ખોટા નિમણૂક પત્રો બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તેની સામે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એસઓજીને તપાસવામાં આવી છે.
23 ઓગસ્ટ 2023 ના રોજ ઇસરો દ્વારા ચંદ્રયંત્રણનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને જેથી સમગ્ર વિશ્વમાં ભારતીય વૈજ્ઞાનિકોની વાહ-વાઈ થઈ હતી. ત્યારે સુરતના મિતુલ ત્રિવેદી નામના વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે તેને ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી છે અને આ બાબતે તેને મીડિયા સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે ઇસરો દ્વારા તેને એપોઇન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો છે. 26 ફેબ્રુઆરી 2020 તારીખ વાળો લેટર હોવાનું તેને જણાવ્યું હતું.
જોકે આ સમગ્ર મામલે સુરતના એક વ્યક્તિ દ્વારા સુરત પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી હતી અને મિતુલ ત્રિવેદી સામે તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી અને તપાસ દરમિયાન સુરત પોલીસ દ્વારા ઈસરોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
સુરત પોલીસ દ્વારા જે માહિતી ઈસરો પાસેથી માગવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, મિતુલ ત્રિવેદી કે જે પોતાને સાયન્ટિસ્ટ ગણાવતો હતો તેની પાસે જે લેટર હતો તેમાં સિગ્નેચર ખોટા હતા એટલે કે આ લેટર મીતુલ ત્રિવેદી દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ બે વખત મિતુલ ત્રિવેદીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મિતુલ ત્રિવેદી એક ટ્યુશન ક્લાસ ચલાવે છે. પોતાના ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એટલા માટે એ પોતાને વૈજ્ઞાનિક ગણાવતો હતો. હાલ તો સુરત પોલીસ દ્વારા પોતાના વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદીનો ભાંડો ફોડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે મિતુલ ત્રિવેદી દ્વારા જે લેટર તૈયાર કરવામાં આવ્યા હતા તે તેને કઈ જગ્યા પર બનાવ્યા છે. સમગ્ર મામલે એસોજીને તપાસ આપવામાં આવી છે. તો બીજી તરફ આરોપી સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આઈપીસીની કલમ 419 405 468 અને 471 મુજબનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા