જાત પ્રસિદ્ધ ભારે પડી/ વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનરને મળ્યા વગર પરત ફર્યા

પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા મિતુલ ત્રિવેદી મીડિયાથી ધેરાઈ જતા કોઈક અધિકારીને ફોન કરીને ઓફિસમાં કોઈને મળ્યા વગર પત્ની સાથે પરત ફર્યા હતાં.

Top Stories Gujarat Surat Breaking News
White Minimalist Modern Annual Financial Report 2022 Presentation Template 10 વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનરને મળ્યા વગર પરત ફર્યા

ભારતે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3નુ ચંદ્ર પર સફળતાપૂર્વક લેંડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કર્યા બાદ ગુજરાતના સુરતમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ચંદ્રયાન 3ની ડિઝાઈન સુરતના એક વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી છે આ સમાચાર વાયુવેગ વાયરલ થયા હતા. હવે આ મામલે મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશનરનું તેડું આવ્યું છે. પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા મિતુલ ત્રિવેદી મીડિયાથી ધેરાઈ જતા કોઈક અધિકારીને ફોન કરીને ઓફિસમાં કોઈને મળ્યા વગર પત્ની સાથે પરત ફર્યા હતાં.

સુરતના આ વ્યક્તિએ દાવો કર્યો કે તેણે જ આ ડિઝાઈન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે નહિ તે અંગે હાલમાં સવાલો ઉઠી રહ્યા છે. ઈસરો સાથે તે જોડાયાના કોઈ પુરાવા કે માહિતી ન હોઈ હવે મિતુલ ત્રિવેદી ફ્રોડ છે કે કેમ એ પ્રશ્ન ઉભો થયો છે.

તો બીજી તરફ મિતુલ ત્રિવેદીનો દાવો ખોટો છે તેવા વિવાદ અંગે ખુદ મિતુલ ત્રિવેદીએ જણાવ્યું કે, મને થોડો સમય આપો, હું બધુ શોર્ટ આઉટ કરવા પ્રયત્ન કરીશ. ડોક્યુમેંટ પહોંચતા કરીશ. હું ફેક હોઉ તો અહીયા ન હોત, તાળું મારીને ભાગી ગયો હોત. હું ડિઝાઈનિંગ સાથે જોડાયેલો છું. ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં પણ જોડાયેલો છું. હુ ફેક છું કે નહી એ લોકોને નિર્ણય કરવા દો. ડોક્યુમેન્ટના આધરે લોકોને નિર્ણય લેવા દો.

આજે તેઓ પોલીસ કમિશનર કચેરીએ આવ્યાં હતાં. જો કે, અંદર કમિશરને કે કોઈ અધિકારીને મળ્યા વગર માત્ર મીડિયાથી ઘેરાઈ જતાં એટલું જ બોલ્યા કે કોન્ટ્રાક્ટ લેટર ઈસરો સાથેનો અને તે સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યો હતો.

પત્ની સાથે કારમાં પોલીસ કમિશનર કચેરીએ આવેલા મિતુલ ત્રિવેદીએ મીડિયાના એક પણ સવાલનો જવાબ આપ્યા વગર માત્ર ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યો હોવાનું એક જ વાક્ય બોલ્યા હતાં. જો કે, મીડિયા સામે ક્યા ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યા છે. તે સહિતની કોઈ જ બાબત જાહેર કરી નહોતી કે ડોક્યુમેન્ટ દેખાડ્યાં નહોતા.

આ પણ વાંચો:રાજકોટમાં ડેન્ગ્યુથી ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત

આ પણ વાંચો:ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન

આ પણ વાંચો:ગુજરાત ATSને મળ્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ, પાક કનેક્શન અંગે થશે પૂછપરછ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:સાકાર થયું પિતાનું સપનું, ચંદ્રયાન-3ની સફળતા પર વિક્રમ સારાભાઈની પુત્રી મલ્લિકાએ બોલ્યા આ મોટી વાત