નિધન/ મશહૂર સંગીતકાર અને ગાયક કલાકાર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે અવસાન

બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું આજે મુંબઈમાં જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું છે

Top Stories Entertainment
1 19 મશહૂર સંગીતકાર અને ગાયક કલાકાર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે અવસાન

બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું આજે મુંબઈમાં જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું છે. બપ્પી લહેરી 69 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લહેરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લહેરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

બપ્પી લહેરીને સોનું પહેરવાનું અને હંમેશા ચશ્મા પહેરવાનું પસંદ હતું. ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી સહિત ઘણા બધા સોનાના ઘરેણા પહેરવા તેમની ઓળખ હતી.

બપ્પી લહેરીને સોનું પહેરવાનું અને હંમેશા ચશ્મા પહેરવાનું પસંદ હતું. ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી સહિત ઘણા બધા સોનાના ઘરેણા પહેરવા તેમની એક આગવી ઓળખ હતી. બપ્પીને બોલિવૂડના પ્રથમ રોક સ્ટાર સિંગર પણ કહેવામાં આવે છે. બપ્પી દાનો જન્મ 17 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. બપ્પી લહેરીને બે બાળકો છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બપ્પી લહેરીના નિધન પર ટ્વિટ કર્યું, “રોકસ્ટાર બપ્પી લહેરી જીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. વિશ્વાસ નથી કરી શકતો કે મારા પાડોશી હવે નથી. તમારું સંગીત હંમેશા અમારા હૃદયમાં રહેશે.