Not Set/ Assam NRC લિસ્ટ જાહેર, ૪૦ લાખ લોકો ગેરકાયદેસર નાગરિક

Assam માં રજિસ્ટર ઓફ સિટીજન (NRC)નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત અસમમાં બે કરોડ ૮૯ લાખ ૮૩ હજાર લોકોને કાયદેસરના નાગરિક માની લેવામાં આવ્યા છે. જયારે ૪૦ લાખ લોકોને ગેરકાયદે નાગરિક ગણવામાં આવ્યા છે, જે પોતાની કાયદેસરની નાગરિકતાને દસ્તાવેજો દ્વારા સાબિત કરી શક્યા નથી. અસમમાં કાયદેસર નાગરિકતાની માટે 3 […]

Top Stories India Trending Politics
Assam NRC Draft Released, 40 lakh Invalid Citizens

Assam માં રજિસ્ટર ઓફ સિટીજન (NRC)નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત અસમમાં બે કરોડ ૮૯ લાખ ૮૩ હજાર લોકોને કાયદેસરના નાગરિક માની લેવામાં આવ્યા છે. જયારે ૪૦ લાખ લોકોને ગેરકાયદે નાગરિક ગણવામાં આવ્યા છે, જે પોતાની કાયદેસરની નાગરિકતાને દસ્તાવેજો દ્વારા સાબિત કરી શક્યા નથી.

અસમમાં કાયદેસર નાગરિકતાની માટે 3 કરોડ ૨૯ લાખ ૯૧ હજાર ૩૮૪ લોકોએ એનઆરસીમાં અરજી કરી હતી, જેમાંથી ૪૦ લાખ ૭ (સાત) હજાર ૭૦૭ લોકોને ગેરકાયદે નાગરિક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આવામાં સવાલ ઉપસ્થિત થાય છે કે, આખરે આ ૪૦ લાખ લોકો કોણ છે, જેની ઉપર ‘બેઘર’ થવાનો ખતરો તોળાય રહ્યો છે.

આ ૪૦ લાખ લોકો એ છે કે, જે એનઆરસીમાં પેપર માન્ય દસ્તાવેજોની કાર્યવાહી પૂરી કરી શક્યા નથી, જેના કારણે તેમને ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા છે.  આ ૪૦ લાખ લોકોમાં એવા લોકો પણ સામેલ છે કે, જેની પાસે ૨૫ માર્ચ, ૧૯૭૧ ની અગાઉની નાગરિકતાના કોઈ પણ કાયદેસરના કે માન્ય દસ્તાવેજો નથી, જેના કારણે એનઆરસીએ તેમને કાયદેસરના નાગરિક ગણાવ્યા નથી.

આ ૪૦ લાખ લોકોમાં તેવા લોકો પણ સામેલ છે કે, જેઓ ચોરી છુપીથી બાંગ્લાદેશમાંથી આવીને અસમમાં રહેતા હતા. તેઓ એનઆરસીમાં ભારતીય દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત એનઆરસીની ટેકનિકલ ખામીઓના કારણે જેમના નામ રહી ગયા છે તેવા લોકો પણ હોય શકે છે.

લિસ્ટમાં નામ ન હોય તેવા લોકોને બે માસની સમય અવધિ અપાઈ

ફાઈલ ડ્રાફ્ટ રજૂ થયા પછી એનઆરસીના રાજ્ય સમન્વયકની તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ડ્રાફ્ટ અંતિમ લિસ્ટ નથી. જે લોકોને આમાં સામેલ કરવામાં આવ્યા નથી, તે અંગે પોતાની આપત્તિ અને ફરિયાદ નોંધાવી શકે છે.

આ માટે ૪૦ લાખ ગેરકાયદે નાગરિકોને પોતાના માન્ય દસ્તાવેજો સાબિત કરવા માટે બે મહિનાની તક આપવામાં આવી છે. સરકારે આ માટે એનઆરસી ની ૨૫૦૦ ટ્રિબ્યુનલ ઓફિસ બનાવી છે. જ્યાં તેઓ તા. ૨૫ માર્ચ ૧૯૭૧ના અગાઉની પોતાની નાગરિકતા અંગેના પેપર માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.