Not Set/ પેટ્રોલ – ડીઝલમાં થઇ રહેલો ભડકો યથાવત, દિલ્હીમાં પેટ્રોલ પહોચ્યું ૮૩ રૂ.ને પાર

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને ક્રુડ ઓઈલની સપ્લાઈના કારણે રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો યથાવત રહ્યો છે. રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલમાં થયેલી ૧૨ પૈસાની વૃદ્ધિ બાદ ૮૩.૮૫ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૧૬ પૈસાની વૃદ્ધિ બાદ ૭૫.૨૫ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. જયારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૧૨ પૈસાના થયેલા  બાદ ૯૧.૨૦ રૂપિયાના રેકોર્ડ સ્તર […]

Top Stories Trending Business
e9d4d3d9 5c05 4ed7 af0c 4055553a2fae 770x380 1 પેટ્રોલ – ડીઝલમાં થઇ રહેલો ભડકો યથાવત, દિલ્હીમાં પેટ્રોલ પહોચ્યું ૮૩ રૂ.ને પાર

નવી દિલ્હી,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને ક્રુડ ઓઈલની સપ્લાઈના કારણે રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો યથાવત રહ્યો છે. રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલમાં થયેલી ૧૨ પૈસાની વૃદ્ધિ બાદ ૮૩.૮૫ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૧૬ પૈસાની વૃદ્ધિ બાદ ૭૫.૨૫ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.

જયારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૧૨ પૈસાના થયેલા  બાદ ૯૧.૨૦ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોચ્યું છે, ડીઝલમાં ૧૭ પૈસાના વધારા સાથે ૭૯.૮૯ રૂપિયે પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

petrol diesel660 052318020045 082318063452 1 1 1 1 1 1 1 1 પેટ્રોલ – ડીઝલમાં થઇ રહેલો ભડકો યથાવત, દિલ્હીમાં પેટ્રોલ પહોચ્યું ૮૩ રૂ.ને પાર

ટ્રોલ – ડીઝલના ભાવમાં ઝીકવામાં આવી રહેલા ભાવવધારાને લઈ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ સતત હુકમો બોલવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ સહિતના દેશના ૨૧ રાજકીય દળ દ્વારા બોલાવવામાં આવી રહેલા ભારત બંધ અને ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાના આક્રોશ બાદ પણ આ ભાવવધારો યથાવત જ રહ્યો છે.

બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા કે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી, ત્યારે સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

એક બાજુ જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની સરકારોને વેટ ઘટાડવા માટે હાકલ કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારો પણ ઓઈલ પર ઝીકવામાં આવી રહેલા વેટમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી.

બીજી બાજુ અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. મંગળવારે ૧ ડોલરની કિંમત ૭૨.૯૧ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.