Crime/ રંગીલા રાજકોટનો નોરતામાં ડબલ મર્ડરે બગાડ્યો રંગ, જાણો શું છે ઘટના…

રંગીલા રાજકોટની નોરતામાં રંગત બગાડતી ઘટના સામે આવી છે. જી હા, રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના ઘટી છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં યુવાને પત્ની, મામાજી અને સાસુને છરીના ઘા ઝીંકી દીધા હતા. પત્ની અને મામાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થઇ જતા તત્કાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પત્ની […]

Top Stories Gujarat Rajkot
murder રંગીલા રાજકોટનો નોરતામાં ડબલ મર્ડરે બગાડ્યો રંગ, જાણો શું છે ઘટના...

રંગીલા રાજકોટની નોરતામાં રંગત બગાડતી ઘટના સામે આવી છે. જી હા, રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના ઘટી છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં યુવાને પત્ની, મામાજી અને સાસુને છરીના ઘા ઝીંકી દીધા હતા.

પત્ની અને મામાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થઇ જતા તત્કાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પત્ની અને મામાજીને(પત્નિનાં મામા) છરીના ઘા મારી પતાવી દેતા શહેરમાં ભારે ઉચ્ચાટ અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

15 1603368056 રંગીલા રાજકોટનો નોરતામાં ડબલ મર્ડરે બગાડ્યો રંગ, જાણો શું છે ઘટના...

શહેરના આ વિસ્તારનાં PI એલ.એલ. ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક ના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે ઘરકંકાસમાં હત્યા કર્યાનું ખુલ્યું છે.

યુવાક પત્ની અને મામાજીને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા છે. દીવાલના ટેકે જ એક મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ પાસેથી ચપ્પલ પણ મળી આવ્યા છે. પોલીસે તમામ પુરાવા રુપી વસ્તુઓ ઘટના સ્થળેથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ વીડિયો અહેવાલ…