Not Set/ ટ્વિટરને ભારત સરકારે આપ્યું અલ્ટીમેટમ, નોટિસ મોકલીને નિયમો માનો નહીં તો થશે…

દેશમાં નવા  આઈટી  નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશયલ મીડિયા જાયન્ટ ટ્વિટર વચ્ચે વિવાદ થયો છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપી છે

Top Stories India
A 80 ટ્વિટરને ભારત સરકારે આપ્યું અલ્ટીમેટમ, નોટિસ મોકલીને નિયમો માનો નહીં તો થશે...

દેશમાં નવા  આઈટી  નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશયલ મીડિયા જાયન્ટ ટ્વિટર વચ્ચે વિવાદ થયો છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આઇટીના નવા નિયમો સ્વીકારો અને લાગુ કરો નહીં તો પરિણામનો સામનો કરવા તૈયાર રહેજો.

સરકારે કહ્યું કે ટ્વિટર ઇન્ડિયાને નવા નિયમોનું તરત પાલન કરવા માટે એક અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ અનુસાર જો ટ્વિટર  તેનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો પછી તેની વિરુદ્ધ આઇટી અધિનિયમ, 2000ની ધારા 79 અંતર્ગત ઉપલબ્ધ જવાબદારીમાંથી છૂટ પરત લઇ લેવામાં આવશે અને ટ્વિટર  વિરુદ્ધ આઇટી અધિનિયમ અને ભારતના અન્ય દંડ કાનૂન અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :મોરેશિયસના પૂર્વ પ્રધાનમંત્રીનું નિધન, ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોક

સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરી અંગે જાહેર કરેલા નિયમો 26 મેથી અમલમાં આવ્યા છે અને તેના પાલન માટે ત્રણ મહિનાના સમયગાળા પછી Twitter પાસે ભારત સ્થિત ફરિયાદ અધિકારી અને નોડલ અધિકારી પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપતા પહેલા 4 જૂને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં સંદેશાવ્યવહાર અને કાયદા અને ન્યાય અને આઇટીના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે ચીફ કંપ્લાયન્સ અધિકારીની નિયુક્તિ વિશે ટ્વિટરે અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી. તો બીજી તરફ ટ્વિટર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારી અને નોડલ કોંટેક્સ પર્સનલ ટ્વિટરના કર્મચારી નથી. તો બીજી તરફ ટ્વિટરએ પોતાનું એડ્રેસ લો ફર્મના ઓફિસનો દાવો કર્યો છે જે નિયમોના મુજબ માન્ય નથી.

આ પણ વાંચો :RSS પ્રમુખ મોહન ભાગવતના ટ્વીટર એકાઉન્ટ પરથી હટાવ્યું બ્લુ ટિક

ઉપરાષ્ટ્રપતિ સહિત આરએસએસ નેતા ઓના અંગત હેન્ડલ્સને અનામત કરવાના નિર્ણય પર ટ્વિટર દ્વારા તેની સ્પષ્ટતા આપવામાં આવી છે. ટ્વિટરે કહ્યું કે અમારી ચકાસણી નીતિ હેઠળ, એક વર્ષથી બંધ પડેલા એકાઉન્ટ્સ ને અન્વેરિફાઇડ કરી અને બ્લૂ ટિક્સ (blue tick) દૂર કરવામાં આવે છે. વર્ષ 2020 થી કંપનીએ ખાતામાંથી જે બ્લુ ટિક કાઢી નાખી હતી જે બંધ પડેલા હતા.

આ પણ વાંચો : રોટલીના બટકા માટે ટળવળશે લોકો, દુનિયાના દર પાંચમા દેશમાંથી એકની ઈકોસિસ્ટમ ધ્વસ્ત