મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન થયું છે. પદ્મવિભૂષણ સર જગન્નાથજીના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે 5મી જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય.
આ અંગે પીએમ નરેન્દ્રમોદીએ ટ્વીટ મારફતે શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, “, મેં મોરિશિસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે ફોન પર વાત કરી અને સર અનિરુદ્ધ જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમને હિંદ પ્રશાંત વિસ્તારના સૌથી મોટા નેતાઓમાના એક તરીકે અને ભારત તથા મોરિશિસની ખાસ મિત્રતાના પ્રમુખ વાસ્તુકાર તરીકે યાદ કરવામાં આવશે.”
I called @MauritiusPM Pravind Jugnauth to convey heartfelt condolences on the sad demise of Sir Anerood Jugnauth. He will be remembered as one of the tallest leaders of the Indian Ocean Region and a principal architect of India's special friendship with Mauritius.
— Narendra Modi (@narendramodi) June 4, 2021
આ પણ વાંચો :RSS પ્રમુખ મોહન ભાગવતના ટ્વીટર એકાઉન્ટ પરથી હટાવ્યું બ્લુ ટિક
મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજીના નિધનના પગલે ગુજરાતમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હોવાથી આજે દિવસ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય. જગન્નાથને ગત વર્ષે જ ભારત સરકારે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
તેમણે મોરેશિયસમાં હિન્દી ભાષાને સન્માન આપવામાં મોટું કામ કર્યું હતું. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના વતની હતી. જ્યાં તેમના નિધનથી શોક વ્યાપી ગયો છે. અનિરુદ્ધ જગન્નાથના પરિવારને અંગ્રેજો 1873 માં મોરેશિયસમાં મજૂર તરીકે કામ કરવા લઈ ગયા હતા. જેના બાદ તેમના પૂર્વજો ત્યાં જ વસી ગયા હતા.
આ પણ વાંચો :ટ્વિટરે ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટ ફરી વેરિફાઇડ કર્યું
અનિરુદ્ધ જગન્નાથે 1957 માં સરોજીની બલ્લાહ સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે બાળકો છે. જેમાં પ્રધાનમંત્રી પ્રવિંદ એક છે. તેમણે 2003 થી 2012 સુધી મોરેશિયસના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમજ 1982 થી 2017 સુધી છ વાર પ્રધાનમંત્રીના રૂપમાં પસંદ કરાયા હતા. તેમણે પોતાના દીકરી પ્રવિંદ જગન્નાથ માટે પદ છોડ્યું હતું.
આ પણ વાંચો : ગર્લફ્રેન્ડના લગ્નમાં દુલ્હન બનીને પહોંચ્યો પ્રેમી, આ રીતે ખુલી પોલ
