ગાંધીનગરના કલોલમાં આવેલી સિન્ટેક્સ કંપનીએ એક સાથે 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. કોઈપણ નોટિસ આપ્યા વિના કંપનીમાંથી નીકળી કાઢવામાં આવેલા કામદારોએ કંપનીના ગેટ સામે જ હોબાળો મચાવ્યો હતો. આરોપ છે કે કંપનીએ કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વિના નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. કંપનીએ એક સાથે કામદારોને નોકરીમાંથી કાઢી મુકતા હોબાળો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 300 કર્મચારીઓને કોઈપણ નોટિસ આપ્યા વિના કાઢી મૂકવામાં આવ્યા છે. તમામ મજૂરોનો હિસાબ આપ્યા બાદ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. નજીકના ભવિષ્યમાં મોટી સંખ્યામાં કામદારો આર્થિક સંકટનો સામનો કરી શકે છે. શ્રમિકો માંગ કરી રહ્યા છે કે તેમને ફરીથી નોકરી પર લેવામાં આવે.
વેલસ્પનના પ્રવક્તાએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, “IBC હેઠળનો ક્લીન સ્લેટ કન્સેપ્ટ અમને અસરકારક વ્યૂહરચના અમલમાં મૂકવા અને બજાર હિસ્સામાં વધારો કરતી વખતે સિન્ટેક્સની કામગીરીમાં સુધારો કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. વેલસ્પન તેના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. જો કે, બજારની વર્તમાન પરિસ્થિતિ કંપનીની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચને નિયંત્રિત કરવા માટે જરૂરી નિર્ણયો લેવાની આવશ્યકતા બનાવે છે. જે સિન્ટેક્સને તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા અને બજાર હિસ્સો ફરું મેળવવામાં મદદ કરશે.”
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો
