Not Set/ video: સગવડ વગરની સરકારી હોસ્પિટલ, માત્ર એક ડોક્ટરના સહારે

અમરેલી અમરેલી જિલ્લાના બાબરામા ૫૮ ગામો આવેલા છે. આ ઉપરાંત આ બાબરા ગામ રોડ ભાવનગર – રાજકોટ રોડ પરનું ગામ છે. જેથી જેનાં કારણે આ ગામની આસપાસ અવાર-નવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. જેના કારણે અકસ્માતના અનેક કેસો બાબરાની સિવિલ હોસ્પિટલમા આવે છે. પરંતુ ક્યાંકને ક્યાંક અહીંના લોકોની કઠણાઈ કે પછી સરકારી તંત્રની બેદરકારી […]

Top Stories Gujarat Videos
mantavya 38 video: સગવડ વગરની સરકારી હોસ્પિટલ, માત્ર એક ડોક્ટરના સહારે

અમરેલી

અમરેલી જિલ્લાના બાબરામા ૫૮ ગામો આવેલા છે. આ ઉપરાંત આ બાબરા ગામ રોડ ભાવનગર – રાજકોટ રોડ પરનું ગામ છે. જેથી જેનાં કારણે આ ગામની આસપાસ અવાર-નવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. જેના કારણે અકસ્માતના અનેક કેસો બાબરાની સિવિલ હોસ્પિટલમા આવે છે.

પરંતુ ક્યાંકને ક્યાંક અહીંના લોકોની કઠણાઈ કે પછી સરકારી તંત્રની બેદરકારી અંહી માત્રને માત્ર આ હૉસ્પિટલમાં ફક્ત એક જ ડૉક્ટરના સહારે છે. જાણવા મળતી માહીતી મુજબ આ હોસ્પિટલમા ૬ ડોક્ટરોની જરૂર છે.

પરંતું અંહી માત્ર એકજ ડૉક્ટર હોવાને કારણે ગામડાઓ માથી આવતાં લોકોને મોટી કતારોમા ઉભુ રહેવાનો વારો આવી રહ્યો છે. જેથી લોકો ખુબજ પરેશાન છે.  આ ઉપરાંત જો કોઈ અકસ્માતની ઘટના હોય તો ડૉક્ટરને ઓપીડીનાં કેસો પડતાં મુકી ઇમર્જન્સી કેસને હેન્ડલ કરવા જવું પડે છે. જેથી અહીંના લોકો ખુબજ પરેશાન છે.

આ ડોક્ટરોની નિમણૂક કરવા પાછળ છેલ્લાં ઘણા સમયથી ગામનાં સેવાભાવી લોકોએ પણ જંપલાવ્યુ હતુ. આંદોલન પણ કયુ હતુ તેમ છતા પણ કોઇપણ જાતના પગલાં લેવાયા નથી. આ ઉપરાંત અહીંની એમ્બ્યુલન્સ પણ સાવ ખરાબ હાલતમાં પડી છે..તેનાં હિસાબે અહીંના લોકોને પ્રાઇવેટ વાહનોના સહારો લેવાનો વારો આવ્યો છે.

તેની સામે હોસ્પિટલમા લેબ ટેકનીશયન તેમજ ફાર્માસીસ્ટની જગ્યા પણ ખાલી પડી છે. હાલ નર્સ દ્રારા આ કામ થઈ રહ્યુ છે. જેથી લેબોરેટરી કરવા દર્દીઓને બહાર જવાનો વારો આવયો છે. તો સફાઈનો પણ અભાવ સામે દેખાઈ રહ્યો છે. હાલ બાબરા તેમજ પંથકની જનતા ખાલી પડેલી તબીબોની જગ્યા ભરાય તેની રાહ જોઇ રહ્યુ છે.