Not Set/ ભરૂચ જિલ્લામાં ઓમિક્રોનનું પ્રથમ લેન્ડિંગ, લંડનથી આવેલી મહિલા પોઝિટિવ

ગત શનિવારે રાતે યુ.કે.થી આવેલા 3 વ્યક્તિ પૈકી એક મહિલાનો અમદાવાદ એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું હતું.

Top Stories Gujarat
omicron12333 ભરૂચ જિલ્લામાં ઓમિક્રોનનું પ્રથમ લેન્ડિંગ, લંડનથી આવેલી મહિલા પોઝિટિવ

ભરૂચ જિલ્લામાં 6 દિવસ પેહલા લંડનથી આવેલા ટંકારીયા ના પરિવારના 3 વ્યક્તિઓ પૈકી મહિલા અમદાવાદ એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે તેનો એમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જિલ્લામાં એમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. શનિવારે પણ સાંજ સુધીમાં જ કોરોનાના 5 કેસ આવતા કુલ એક્ટિવ કેસનો આંક 35 થયો છે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં વધતા જતા કેસને લઈ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી ડિસેમ્બરમાં આવતા NRI ના પ્રવાહને લઈ વહીવટી તંત્ર અને પ્રજાના માથે જોખમ તોળાઈ રહ્યું છે.

ગત શનિવારે રાતે યુ.કે.થી આવેલા 3 વ્યક્તિ પૈકી એક મહિલાનો અમદાવાદ એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું હતું. અમદાવાદથી મહિલાને ભરૂચ લવાયા બાદ આજે શનિવારે તેનો એમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ સત્તાવાર કેસ બાદ હવે સ્થિતિ વણસે ના તે જરૂરી છે. હાલ તો ભરૂચની ખાનગી હોસ્પિટલમાં આ મહિલાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે જેને ફાઇઝરની રસીના બે ડોઝ લીધા હતા. દરમિયાન જિલ્લામાં શનિવારે પણ સાંજ સુધીમાં કોરોનાના નવા 5 કેસ નોંધાવા સાથે કુલ એક્ટિવ કેસનો આંક 35 ઉપર પોહચ્યો છે.

અગાઉ ઝાડેશ્વર ગામનો યુવાનનો રિપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. જોકે તે યુવાને વડોદરા સારવાર લીધી હોવાથી જિલ્લામાં સત્તાવાર ઓમિક્રોન કેસની પ્રથમ એન્ટ્રી માનવામાં આવી રહી છે.

ગુજરાત / ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ, હવે શું થશે ?

દુર્ઘટના / હરિયાણામાં પહાડી સરકતા અનેક વાહનો સાથે 20-25 લોકો દટાયાની આશંકા, 3 મૃતદેહ મળ્યા

અમદાવાદ / મનસુખ માંડવિયાએ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

Ahmedabad / નવા વર્ષના સ્વાગતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં આવ્યું

Destination Wedding / ડેસ્ટિનેશન વેડિંગ માટે આ છે બેસ્ટ પ્લેસ, આવશે રોયલ ફિલિંગ