Not Set/ 80 કર્મચારીઓને છુટા કરવાને લઇને નવસર્જન ટ્રસ્ટને ચેરિટી કમિશ્નરે ફટકારી નોટિસ

અમદાવાદઃ દલિતો માટે કામ કરતી NGO નવસર્જન ટ્રસ્ટે 80 કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર આપીને છુટા કરી દીધા હતા. આ મામલે છુટા કરાયેલા કર્મચારીઓએ ચેરિટી કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમા ચેરિટી કમિશ્નરે 26 ડિસેમ્બરે વચ્ચગાળાનો હુકમ કર્યો છે. તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓને શો કોઝ નોટિસ ફટકારી છે કે, સંસ્થાએ પોતાના તમામ બેન્ક એકાઉન્ટોની વિગતો અને જો […]

Gujarat

અમદાવાદઃ દલિતો માટે કામ કરતી NGO નવસર્જન ટ્રસ્ટે 80 કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર આપીને છુટા કરી દીધા હતા. આ મામલે છુટા કરાયેલા કર્મચારીઓએ ચેરિટી કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમા ચેરિટી કમિશ્નરે 26 ડિસેમ્બરે વચ્ચગાળાનો હુકમ કર્યો છે. તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓને શો કોઝ નોટિસ ફટકારી છે કે, સંસ્થાએ પોતાના તમામ બેન્ક એકાઉન્ટોની વિગતો અને જો કોઈ રોકાણ કર્યું હોય તો તેની સંપૂર્ણ વિગતો ચેરિટી કમિશનરમાં જમા કરાવવી. વધુ કાર્યવાહી 31 ડિસેમ્બરે હાથ ધરાશે.

21 ડિસેમ્બરે અચાનક છૂટા કરાયેલા 80 કર્મીએ નવસર્જન બચાવો સમિતિ બનાવીને ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે, કરોડો રૂપિયાની સ્થાવર જંગમ મિલકત સંસ્થા પાસે હોવા છતા ફંડ અને મિલકતોને પચાવી પાડવાના ખરાબ ઈરાદે સંસ્થાએ ફંડ નથી તેવા બહાના હેઠળ ટ્રસ્ટના નિયમોને ભંગ કરીને સંસ્થાનું નિયત કામકાજ બંધ કરી દીધું છે. તેથી તમામ ટ્રસ્ટીઓને બરતરફ કરીને સંસ્થાના કર્મચારીઓને ટ્રસ્ટી તરીકે નિમવામાં આવે.