Not Set/ આજે 8624 ગ્રામ પંચાયતોની મત ગણતરી, કોણ બનશે સરપંચ જાણો

અમદાવાદઃ મંગળવારે 8624 ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉત્સાહ ભરેલા માહોલમાં યોજાઇ હતી. આ વખતની ચૂટણીમાં સરપંચને ગ્રાન્ટ વાપરવાની છુટ આપવામાં આવી હોવાથી તેનું મહત્વ વધી જાયે છે.  તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 80.12 ટકા જેટલું મતદાન થયું હતું. જે ગત વર્ષ કરતા વધુ છેં.  રાજ્યમાં ગુરુવારે 252 સ્થળો પર મતગણતરી યોજાઇ રહી છે. જેમા ઘણા ખરા સરપંચોના નામ […]

Gujarat

અમદાવાદઃ મંગળવારે 8624 ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉત્સાહ ભરેલા માહોલમાં યોજાઇ હતી. આ વખતની ચૂટણીમાં સરપંચને ગ્રાન્ટ વાપરવાની છુટ આપવામાં આવી હોવાથી તેનું મહત્વ વધી જાયે છે.  તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 80.12 ટકા જેટલું મતદાન થયું હતું. જે ગત વર્ષ કરતા વધુ છેં.  રાજ્યમાં ગુરુવારે 252 સ્થળો પર મતગણતરી યોજાઇ રહી છે. જેમા ઘણા ખરા સરપંચોના નામ જાહેર પણ થઇ ગયા છે.

ગ્રાન્ટ વાપરવાની સત્તા સરપંચને મળતાં આ વખતે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મતદારોએ ખૂબ રસ દાખવ્યો હતો. નોટબંધી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હશે કે પછી સમર્થન કર્યું હશે તેનો પડઘો આ ચૂંટણીમાં પડશે. ૧,૨૯,૯૩૬ ઉમેદવારોનુ ભાવિ આજે નકકી થશે. રાજ્ય ચૂંટણીપંચના મતે, બેલેટપેપર સહિત અન્ય કારણોસર છ ગ્રામ પચાયતોમાં બુધવારે પુઃન ચૂંટણી યોજાઇ હતી જેમાં ભરૃચના પાલેજ અને ભેંસખેતર, ખેડાના ગોગજીપુરા, પંચમહાલના મોટી રણભેટ, મહિસાગરના નાનીરાઠ, બનાસકાંઠાના દેતાલનો સમાવેશ થાય છે.

સરપંચપદ માટે કુલ ૨૬,૮૧૬ ઉમેદવારોએ દાવેદારી કરી છે જેમાં ચાર સરપંચના ઉમેદવારના હાર્ટએટેકને લીધે મોત નિપજ્યાં હતાં જેથી ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી. આજ પ્રમાણે સભ્યપદ માટે ચૂંટણી લડતા આઠ ઉમેદવારોનું પણ મતદાનના દિવસે અવસાન થયું હતુ જેથી ૧૨ ગ્રામ પંચાયતોમાં હવે રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમની નવેસરથી ઘોષણા કરશે .

૮૬૨૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ૧.૨૦ લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે ત્યારે આજે ૨૯મીએ કોણ બનશે સરપંચ તેનો ફેંસલો થશે. રાજ્ય ચૂંટણીપંચ જણાવ્યું કે,રાજ્યમાં ૨૫૨ સ્થળોએ મતગણતરી યોજાશે. મતગણતરી માટે ૧૬૪૩ હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કરવા માટે ૪૨૪૪ ટેબલો ગોઠવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામમાં કુલ ૧૭,૩૪૭ કર્મચારીઓની મદદદ લેવામાં આવી રહી છે. આજે મોડી સાંજ સુધીમાં પરિણામોનું સ્પષ્ટ ચિત્ર જાહેર થઇ જશે. ભાજપ-કોંગ્રેસ બંન્ને ચૂંટણી પરિણામ બાદ જીતના દાવા કરશે.