Not Set/ કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા

કચ્છના લખપત તાલુકાના ખટીયા  પાસે પાંચ હજાર વર્ષ જુના હડપ્પીય સંસ્કૃતીના અવશેષો મળી આવ્યા છે.કેરળ અને ક્ચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા આ જગ્યા પર રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ અવશેષો મળી આવ્યા છે.આ જગ્યા પર પહેલા ગામ વસતુ હોવાની સંભાવના વ્યકત કરાઈ છે. જમીનની થોડી જ ઊંડાઈએ ખોદકામ દરમિયાન પ્રાચીન સંસ્કૃતિના આ […]

Top Stories Gujarat Others
૧ કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા

કચ્છના લખપત તાલુકાના ખટીયા  પાસે પાંચ હજાર વર્ષ જુના હડપ્પીય સંસ્કૃતીના અવશેષો મળી આવ્યા છે.કેરળ અને ક્ચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા આ જગ્યા પર રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ અવશેષો મળી આવ્યા છે.આ જગ્યા પર પહેલા ગામ વસતુ હોવાની સંભાવના વ્યકત કરાઈ છે.

૨ કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા

જમીનની થોડી જ ઊંડાઈએ ખોદકામ દરમિયાન પ્રાચીન સંસ્કૃતિના આ અવશેષો મળ્યા છે આધુનિક સાધનો વડે ઐતિહાસિક જગ્યાને શોધવામાં આવી છે.વર્ષ ૨૦૧૬ માં સાઇટ મળી આવ્યા બાદ કેરળ અને કચ્છના જીયોલોજીસ્ટ દ્રારા સંશોધન હાથ ધરાયું હતું.

૩ કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા

જેમાં ચાર પાંચ દિવસ પૂર્વે ખોદકામ શરૂ કરાયું હતું ખોદકામ સંસોધન કર્યા બાદ યુનીવર્સીટીના નિષ્ણાતો આ સ્થળનો અભ્યાસ કરશે.હાલ તો અવશેષો મળી આવવાથી ઇતિહાસકારોમાં કંઈક નવું જાણવાની ઈચ્છા જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે , કચ્છમાં આવા અનેક સ્થળોએ પ્રાચીન અવશેષો દબાયેલા છે.જેનો સમયાંતરે ઇતિહાસવિદો દ્વારા અભ્યાસ કરાતો હોય છે..