જમ્મુ-કાશ્મીર/ સોપોરના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

આ પહેલા સોમવારે 10 એસઓજી કમાન્ડોએ ક્રિકેટ મેદાનને ઘેરી લીધું અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) ના નેતા અબ્બાસ શેખ અને તેના સાથી આતંકવાદી સાકિબ મંઝૂરને એન્કાઉન્ટરમાં માર્યા ગયા

Top Stories
કાશમીરકકકકકક સોપોરના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

જમ્મુ -કાશ્મીરના સોપોરમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અફવાઓ ફેલાવવાથી અરાજકતાને રોકવા માટે સોપોરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. તેમજ શ્રીનગર-બારામુલ્લા વચ્ચે ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે સોપોરના પેથસીર ગામમાં આતંકવાદીઓની હાજરીની જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ, આર્મીની 52-આરઆર અને સીઆરપીએફની 177, 179 અને 92 બટાલિયનની સંયુક્ત ટીમે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

કોર્ડન કઠિન થતા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું. જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને મારવામાં સફળતા મેળવી છે, જેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોનના આઈજીપી વિજય કુમારે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 101 આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.

આ પહેલા સોમવારે 10 એસઓજી કમાન્ડોએ ક્રિકેટ મેદાનને ઘેરી લીધું અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) ના નેતા અબ્બાસ શેખ અને તેના સાથી આતંકવાદી સાકિબ મંઝૂરને એન્કાઉન્ટરમાં માર્યા ગયા. બંને લાંબા સમય સુધી પોલીસના રડાર પર હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. બંને અનેક નાગરિકોની હત્યામાં સામેલ હતા. તેઓ સ્થાનિક યુવાનોની ભરતીમાં પણ ભૂમિકા ભજવી રહ્યા હતા. પોલીસના મતે આ એક મોટી સફળતા છે.