Kutch Accident/ કચ્છના અંજારમાં સ્કૂલ બસને ટ્રેઈલરની ટક્કર વાગતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી, બાળકો સારવાર હેઠળ

કચ્છના અંજારમાં સ્કૂલ બસને મોટો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાળકોને સામાન્ય ઇજાઓ પંહોચી છે. બસમાં સવાર બાળકોની ઉંમર 8 વર્ષથી 14 વર્ષ હોવાનું માનવામાં આવે છે.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 02 26T145031.873 કચ્છના અંજારમાં સ્કૂલ બસને ટ્રેઈલરની ટક્કર વાગતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી, બાળકો સારવાર હેઠળ

કચ્છના અંજારમાં સ્કૂલ બસને મોટો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાળકોને સામાન્ય ઇજાઓ પંહોચી છે. ઇજા પામેલ તમામ બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં વધુ કોઈ ગંભીર ઇજા પામવા તેમજ મોતના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ અંજારમાં શા જકરિયા જમિયત સ્કૂલની બસ વહેલી સવારે માર્ગ પર પસાર થઈ રહી હતી. ત્યારે અંજાર તાલુકાના સતાપર ફાટક પાસે દબડા નજીક આ ગમખ્વાર અકસ્માત નડ્યો. ગૌતમ ટ્રાન્સપોર્ટના ટ્રેઇલરના ચાલકની ભૂલના કારણે શા જકરિયા જમિયત સ્કૂલ બસ સાથે અથડાઈ અને સર્જાયો અકસ્માત. અકસ્માતની ઘટના બનતા આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ સવાચેતીપૂર્વ બાળકોને બહાર કાઢ્યા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી મદદ માંગવામાં આવી.

Capture જમિયત કચ્છના અંજારમાં સ્કૂલ બસને ટ્રેઈલરની ટક્કર વાગતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી, બાળકો સારવાર હેઠળ

ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ સહિત પોલીસ પણ પોતાની ટીમ સાથે તત્કાળ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી. શાળા બસમાં સવાર બાળકો આશરે 8-10 વર્ષથી 14-15 વર્ષના હોવાનું મનાય છે. બસમાં સવાર બાળકોમાંથી ચાર બાળકો સહિત કંડકટરને નાની મોટી ઈજાઓ પંહોચી હતી. ચારેય બાળકો અને કંડકટરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના સતાપર ફાટક પાસે દબડા નજીક શા જકરિયા જમિયત સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત થયેલ કુલ 4 બાળકોમાંથી રિતિકા સિંઘ ઉંમર વર્ષ 10, રાય જ્યોતિ ઉંમર વર્ષ 12, મોર્યા અંશુ ઉંમર વર્ષ 13 અને ઉંમર વર્ષ 8 બિંદ હનીનો સમાવેશ થાય છે. બાળકો સિવાય સ્કૂલ બસના ચાલકને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

નોંધનીય છે કે અંજારના શા જકરિયા જમિયત સ્કૂલની બસ ધરમપુર તાલુકાના સાદવેરા ગામેથી પસાર થતા અચાનક પલટી ખાઈ ગઈ. બસ અચાનક પલટી ખાતા બારીનો કૂચ તૂટ્યો અને બસમાં સવાર બાળકો અંદરો-અંદર અથડાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. સ્કૂલ બસની સ્પીડ સામાન્ય હોવાથી સંભવત આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું કહી શકાય. ઘટનાની જાણ થતાં ધરમપુરની 108ની ટીમે ઘટનાસ્થળ પર પંહોચી ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર કરી હતી. બાદમાં તમામને વધુ તપાસઅર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અંજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:

આ પણ વાંચો: Arvalli Crime/અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી