Arvalli Crime/ અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી

મંતવ્ય અહેવાલના પડઘા પડ્યા છે. અરવલ્લીમાં પોલીસકર્મીનો મામલો સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે. ભિલાડો પોલીસમથકના પોલીસકર્મી વાહનચાલકો પાસેથી હપ્તો ઉઘરાવતા હોવાનું સામે આવતા કડક પગલાં લેવામાં આવ્યા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 26T140801.215 અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી

અરવલ્લી:  મંતવ્ય અહેવાલના પડઘા પડ્યા છે. અરવલ્લીમાં પોલીસકર્મીનો મામલો સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે. ભિલાડો પોલીસમથકના પોલીસકર્મી વાહનચાલકો પાસેથી હપ્તો ઉઘરાવતા હોવાનું સામે આવતા કડક પગલાં લેવામાં આવ્યા. એસપી શૈફાલી બરવાલે તાત્કાલિક અસરથી ભ્રષ્ટાચારી પોલીસકર્મી નરેશ પટેલની બદલી કરતા હેડ ક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપી છે.

રાજ્યમાં ગુનાખોરી અને ગુનેગારોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પોલીસતંત્ર રાજ્યમાં કાયદા નિયમન મામલે આકરી કાર્યવાહી કરી છે. પરંતુ લોકોનું રક્ષણ કરતી પોલીસ જ્યારે લોકોને હેરાન કરતું હોવાનું સામે આવે ત્યારે કથિત પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. પોલીસના નામને કલંક લગાડતો એક કિસ્સો ભિલોડા પોલીસ મથકમાં જોવા મળ્યો. ભિલોડા પોલીસ સ્ટેશનનો નરેશ પટેલ નામનો પોલીસકર્મી વાહનચાલકોને ખોટી રીતે ઉભા રાખી હપ્તો ઉઘરાવતો હતો. નરેશ પટેલ નામનો ટ્રાફિક જવાન માર્ગો પર અવર-જવર કરી રહેલ ટ્રકના ડ્રાઈવરો અને હેવી વાહનો ચલાવનાર ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવતો હતો. ટ્રાફિક જવાન વાહન ચાલકોને ધમકી આપતો હતો કે જો તમારે આ માર્ગ પરથી જવું હોય તો દર મહિને હપ્તો આપવો પડશે. મોડામાં મોડા 10 તારિખ સુધીમાં રૂપિયા આપવાના રહેશે.

ટ્રાફિક પોલીસના ગેરકાયદેસર હપ્તા વસૂલવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. દરમ્યાન કોઈ ચાલક દ્વારા પોલીસકર્મી નરેશ પટેલની આ કરતૂતનો વીડિયો ઉતાર્યો હતો. જો કે અજાણ્યા શખ્સ દ્વારા 6 મહિના બાદ ભ્રષ્ટાચારી પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. ભ્રષ્ટ પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતા પોલીસબેડામાં ચકચાર મચી છે. જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે તાત્કાલિક પગલાં લઈ ટ્રાફિક જવાન નરેશ પટેલની બદલી કરતાં હેડકવાર્ટરને તપાસ સોંપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે સૌ પ્રથમ મંતવ્ય ન્યુઝ પર આ અહેવાલ પ્રસારિત થયા હતા. અહેવાલનો પડઘો પડતા ટ્રાફિક પોલીસની બદલી કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો: