Bribe Case/ જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

આ જુગારના કેસના આરોપીઓએ ફરિયાદી તથા તેમના મિત્રો વિરૂદ્ધમાં જુગારનો કેસ જામીન લાયક બનાવવા તથા તેમને જુગારના કેસમાં જામીન આપવા તથા હેરાન નહી કરવા રખિયાલ…..

Top Stories Gujarat
Beginners guide to 82 1 જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

@Nikunj Patel

Ahmedabad News: જુગારનો કેસ જામીન લાયક બનાવવા અને હેરાન ન કરવા માટે રખિયાલ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ જાળ બિછાવીને એક કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક ફરાર કોન્સ્ટેબલની શોધ ચાલી રહી છે. આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખની લાંચ માંગી હતી. જોકે રકઝકને અંતે આ રકમ 1.35 લાખની કરવામાં આવી હતી.

આ બનાવની વિગત મુજબ આ જુગારના કેસના આરોપીઓએ ફરિયાદી તથા તેમના મિત્રો વિરૂદ્ધમાં જુગારનો કેસ જામીન લાયક બનાવવા તથા તેમને જુગારના કેસમાં જામીન આપવા તથા હેરાન નહી કરવા રખિયાલ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ લાંચ માંગી હતી.  જેમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ તથા એ.એસ.આઈ. અકબર ફકીરશાહ દીવાને ફરિયાદી પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે રકઝકને અંતે આ રકમ ઘટાડીને રૂપિયા. 1,35,000 કરવામાં આવી હતી.

ફરિયાદીએ 25 ફેબ્રુઆરીએ આ રકમ આપી દેવાની બાંહેધરી આપતા કોન્સ્ટેબલોએ ફરિયાદી અને તેમના મિત્રોને જુગારના કેસમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દીધા હતા.

બીજી તરફ ફરિયાદીએ લાંચ આપવી ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરે(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અધિકારીઓએ રખિયાલ પોલીસ સ્ટેશનની અંદર ડી સ્ટાફના રૂમમાં જાળ બિછાવી હતી. જેમાં લાંચના રૂપિયા 1,35,000 સ્વીકારતી વખતે એ.એસ.આઈ. અકબર દીવાન ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઈ ભાગી જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ

આ પણ વાંચો:નીતિ આયોગ રિપોર્ટ: ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે…

આ પણ વાંચો:Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર