અમદાવાદ/ મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

અમરાઈવાડી પાસે આવેલ જેઠીબાઈની ચાલીમાં વર્ષો પહેલા સર્વે કરીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.જેમા અમુક લોકો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 10 25T151222.784 મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મેટ્રોની શરૂઆત થઇ છે.મેટ્રો પ્રોજેક્ટ સમયે ઘણાં મકાનોને સંપાદન કરવામાં આવ્યા હતા.જેમાં વળતર અથવા મકાન આપવામાં આવ્યા હતા.પરંતુ હજુ પણ ઘણા વિસ્થાપિતો પોતાના હક્કથી વંચિત છે.

અમરાઈવાડી પાસે આવેલ જેઠીબાઈની ચાલીમાં વર્ષો પહેલા સર્વે કરીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.જેમા અમુક લોકો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ તમામ લોકો છેલ્લા છ વર્ષથી ઓફ્સ ઓફિસ ધક્કા ખાઈ રહ્યા છે.તેમ છતાં તેઓને કોઈ યોગ્ય જવાબ મળતો નથી.

મેટ્રો અધિકારીઓ તેમની રજૂઆતો સાંભળતા નથી તેવો તેમનો આક્ષેપ છે.જેને લઈને સ્થાનિકોએ એપરેલ મેટ્રો  સ્ટેશન બહાર ઉપવાસ પર ઉતર્યા છે.આ તમામ લોકોની માગ છે કે તેમને મકાન આપવામાં આવે..મેટ્રો જ્યાં સુધી મકાન નહિ આપે ત્યાં સુધી તેઓ ઉપવાસ શરૂ રાખશે.


whatsapp ad White Font big size 2 4 મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો


આ પણ વાંચો:વિવાદોની ઉર્વશીનો વધુ એક વિવાદ,તરણેતરના મેળાને પરણેતરનો મેળો કહ્યું

આ પણ વાંચો:અસાલ GIDC માં લાગી આગ, કેમિકલ ભરેલા 60 થી વધુ ટેન્કરો બળીને ખાખ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ