Not Set/ જેતપુર સહિતનાં વિસ્તારોમાં ખેતરમાં આગની ઘટના, PGVCLની વીજ લાઈને ખેડૂતનો લીધો જીવ

ધરતીપુત્ર ખેડૂતો અથાક મહેનતથી, દરેક ઋતુમાં અડીખમ બની વિરરીત પરિસ્થિતીઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પાકની ઉપજ કરતા હોય છે. ત્યારે ખેડુતોને પાકના પૂરતા ભાવ, પાક વીમો, કુદરતી

Gujarat Others Trending
zem 2 1 જેતપુર સહિતનાં વિસ્તારોમાં ખેતરમાં આગની ઘટના, PGVCLની વીજ લાઈને ખેડૂતનો લીધો જીવ

ધરતીપુત્ર ખેડૂતો અથાક મહેનતથી, દરેક ઋતુમાં અડીખમ બની વિરરીત પરિસ્થિતીઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પાકની ઉપજ કરતા હોય છે. ત્યારે ખેડુતોને પાકના પૂરતા ભાવ, પાક વીમો, કુદરતી આફતમાં પાકને નુકસાન અને હવે વધારામાં વીજકંપનીની બેદરકારીથી પાકમાં આગ અને નુકસાનનો ભોગ પણ બની રહ્યાં છે. છેલ્લા 2 દિવસથી જેતપુર અને ધોરાજી વિસ્તારમાં વીજ લાઈનના શોર્ટ સર્કિટના કારણે દરરોજ ખેતરમાં આગ લાગવાની ઘટના બની રહી છે.

zem 2 2 જેતપુર સહિતનાં વિસ્તારોમાં ખેતરમાં આગની ઘટના, PGVCLની વીજ લાઈને ખેડૂતનો લીધો જીવ

  • અથાગ પરિશ્રમ બાદ ખેતર બને છે હરિયાળું
  • વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં ખેતર બળીને ખાખ
  • PGVCL પર ખેડૂતોએ બેદરકારીનો લગાવ્યો આક્ષેપ

જેતપુરના દેવકી ગાલોળ ગામના ખેતરમાંથી પસાર થતી PGVCLની વીજ લાઈન ખેડૂતને કાળનો કોળિયો બની ભરખી ગયો. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં થયેલા તૈયાર ઘઉંના પાક પર તિખારા પડતા આગ લાગી. અને  જોત જોતામાં આખું ખેતર બળીને ખાક થઇ ગયું. ત્યારે ખેડુત ધીરુભાઈ સતાસીયા પોતાના પાકને બચવા જતા તેમનું મોત નીપજ્યું. ખેડૂતોએ આ દુર્ઘટના PGVCLની બેદરકારીને હિસાબે થઇ હોવાનો આક્ષેપ લગાવ્યો.

zem 2 3 જેતપુર સહિતનાં વિસ્તારોમાં ખેતરમાં આગની ઘટના, PGVCLની વીજ લાઈને ખેડૂતનો લીધો જીવ

  • રાજકોટ FSLની ટીમે કરી તપાસ
  • શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
  • વીજ લાઈન બની ખેડૂતના મોતનું કારણ
  • મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી

આગમાં ભસ્મીભૂત થયેલા ઘઉંના ખેતરને લઈને રાજકોટ FSLની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી. રાજકોટ FSL ના અધિકારીના જણાવ્યા મુજબ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાનમાં જણાવ્યું. અને તે મુજબ જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

zem 2 4 જેતપુર સહિતનાં વિસ્તારોમાં ખેતરમાં આગની ઘટના, PGVCLની વીજ લાઈને ખેડૂતનો લીધો જીવ

  • પાકને બચાવવા જતા ખેડૂતે ગુમાવ્યો જીવ
  • PGVCLના અધિકારીઓ આક્ષેપોને નકાર્યા
  • વારંવાર વીજ લાઈનમાં સર્જાઇ છે ખામી
  • પાક બળી જતા ખેડૂતો પાયમાલ

ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનથી આગ લાગતા પાકને બચાવવા જતા ખેડૂતે જીવ ગુમાવ્યો છે.  ત્યારે આ ઘટનાના જવાદાર PGVCLના અધિકારીઓ પોતાની જવાદારીમાંથી હાથ ઉચા કરી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે અને વીજ લાઈનને કારણે કોઈ દુર્ઘટના કે સ્પાર્કિંગ ન થયુ હોવાનું જણાવ્યું. છાશવારે વીજ લાઈનમાં સર્જાતી ખામી અને અન્ય સરકારી તંત્રની બેદરકારીના હિસાબે ખેતરમાં તૈયાર પાક બળીને ખાક થઇ રહ્યો છે.  ત્યારે વીજ કંપનીની બેદરકારીમાં તૈયાર પાક આગમાં ભસ્મીભૂત થવાથી ખેડૂતોને રક્ષણ મળે તે જરૂરી છે.