બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ખાબકેલા ત્રણ ઇંચ વરસાદથી શહેરની વચ્ચેથી પસાર થતાં આબુ હાઇવેમાં ત્રણ જગ્યાએ ભારે પાણી ભરાતાં ફરી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારે ચારથી છ વાગ્યામાં ભારે વરસાદ ખાબકી જતા ન્યુ પાલનપુર વિસ્તારનું તમામ પાણી નેશનલ હાઇવે ઉપર આવી ગયું હતું. હાઈવે વિસ્તારની સોસાયટીઓના રહીશોને ઘરથી બહાર કેવી રીતે નીકળવું તેની મૂંઝવણ સર્જાઈ હતી.
નોંધનીય છે કે, લક્ઝરીનું ટાયર ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાતા-સર્જાતા રહી ગયો હતો. મોટી જાનહાની ટળી, લક્ઝરી માંથી પેસેન્જરને બહાર ઉતારી લક્ઝરીને ખાડામાંથી બહાર કાઢવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જ્યારે સતત બીજા દિવસે પણ વરસાદના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતાં ગાડીઓની લાંબી લાઈન લાગી છે.
જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં બે દિવસથી તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જ્યારે શુક્રવારે વહેલી સવારે જિલ્લાભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં વહેલી સવારે 4 થી 6 માં લાખણીમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળી સોસાયટીઓ સહિત રસ્તાઓ ઉપર પાણી રેલાયા હતા. જેને લઇ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે પાલનપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ India-Flood/ ભારે વરસાદના લીધે દેશભરના કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
આ પણ વાંચોઃ Heavy Rain/ વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભઃ આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃ Defamation Case/ રાહુલ ગાંધીના સમર્થનમાં 12 જુલાઈથી કોંગ્રેસ શરૂ કરશે ‘મૌન સત્યાગ્રહ’, જાણો શું છે આખો મામલો?
આ પણ વાંચોઃ Microsoft India/ માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખપદેથી અનંત મહેશ્વરીએ આપ્યું રાજીનામું , ઈરિના ઘોષને કંપનીની જવાબદારી સોંપાઇ
આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી એકવાર હિંસા,પોલીસ કર્મી સહિત 4 લોકોના મોત