Heavy Rain/ વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભઃ આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના લગભગ 200 તાલુકાને વરસાદે આવરી લીધા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Ambaji વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભઃ આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડનો Heavy Rain પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના લગભગ 200 તાલુકાને વરસાદે આવરી લીધા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પછી દસમી જુલાઈ બાદ એટલે કે આગામી વીકેન્ડમાં વરસાદનું જોર ઘટશે તેમ કહેવામાં આવ્યું છે.

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં Heavy Rainઆવ્યું છે. જ્યારે 11 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. 9 જુલાઈથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું જોર ઘટવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 36 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 9મી જુલાઈના રોજ અમદાવાદમાં તથા ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.

અમદાવાદમાં પણ ભારેથી અતિભારે Heavy Rain વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં શુક્રવારે પણ અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઓઢવ વિસ્તારમાં તો રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી Heavy Rain અતિભારે વરસાદ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Defamation Case/ રાહુલ ગાંધીના સમર્થનમાં 12 જુલાઈથી કોંગ્રેસ શરૂ કરશે ‘મૌન સત્યાગ્રહ’, જાણો શું છે આખો મામલો?

આ પણ વાંચોઃ Microsoft India/ માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખપદેથી અનંત મહેશ્વરીએ આપ્યું રાજીનામું , ઈરિના ઘોષને કંપનીની જવાબદારી સોંપાઇ

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી એકવાર હિંસા,પોલીસ કર્મી સહિત 4 લોકોના મોત

આ પણ વાંચોઃ Madhya Pradesh/ મધ્યપ્રદેશમાં ફરી એકવાર શર્મનાક ઘટના,મુસ્લિમ યુવકનું અપહરણ કરીને તેની પાસે કરાવ્યું આ કામ!

આ પણ વાંચોઃ Cricket/ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવાથી સ્ટાર ક્રિકેટર તમીમ ઇકબાલે નિવૃતિ પાછી ખેંચી