Not Set/ ક્રિકેટમાંથી હંમેશા માટે હટાવવામાં આવ્યો ‘Batsman’ શબ્દ

બદલાયેલા નિયમો અનુસાર, બેટ્સમેનો હવે ‘બેટ્સમેન’ તરીકે ઓળખાશે નહીં, હવે તેઓ બેટ્સમેનને બદલે એક અલગ શબ્દથી ઓળખાશે.

Top Stories Sports
11 169 ક્રિકેટમાંથી હંમેશા માટે હટાવવામાં આવ્યો 'Batsman' શબ્દ

ક્રિકેટની દુનિયામાં, બેટ્સમેનોને હંમેશા અંગ્રેજીમાં બેટ્સમેન કહેવામાં આવે છે, પરંતુ હવે ક્રિકેટનાં નિયમોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બદલાયેલા નિયમો અનુસાર, બેટ્સમેનો હવે ‘બેટ્સમેન’ તરીકે ઓળખાશે નહીં, હવે તેઓ બેટ્સમેનને બદલે એક અલગ શબ્દથી ઓળખાશે.

11 166 ક્રિકેટમાંથી હંમેશા માટે હટાવવામાં આવ્યો 'Batsman' શબ્દ

આ પણ વાંચો – OMG! / ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

ક્રિકેટ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. કહેવાય છે કે ફૂટબોલ પછી ક્રિકેટ એક એવી રમત છે જેને સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. હવે આ ક્રિકેટની રમતનાં એક નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેનેે ક્રિકેટ ફેન જરૂર જાણવા માંગશે. આપને જણાવી દઇએ કે, મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC), પુરુષો અને મહિલાઓ માટે ક્રિકેટનાં કાયદો બનાવતી સંસ્થાએ બુધવારે બેટ્સમેનને લઈને એક મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન, MCC એ જાહેરાત કરી કે હવે પુરુષ અને મહિલા બંને માટે બેટ્સમેનની જગ્યાએ બેટર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. MCC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જેન્ડર-ન્યૂટ્રલ'(પુરુષ અને મહિલાનાં બન્નેને ધ્યાનમાં ન લેવાયા હોય તેવો શબ્દ) શબ્દનો ઉપયોગ બધા માટે સમાન બનીને ક્રિકેટનું ધોરણ સુધારવામાં મદદ કરશે. આ સુધારાઓ આ ક્ષેત્રમાં પહેલેથી જ કરવામાં આવેલા કામનો સ્વાભાવિક વિકાસ છે અને રમત પ્રત્યે MCC ની વૈશ્વિક જવાબદારીનો આવશ્યક ભાગ છે. તેમણે આગળ કહ્યું, MCC ક્રિકેટને બધા માટે સમાન રમત માને છે અને આ પગલુ આધુનિક સમયમાં રમતનાં પરિવર્તનને માન્યતા આપે છે. આ સમય આ નિર્ણયને સત્તાવાર રીતે માન્યતા આપવા માટે યોગ્ય છે અને અમે નિયમોનાં રક્ષક તરીકે આ ફેરફારોની જાહેરાત કરવામાં ખુશી અનુભવી રહ્યા છીએ. હિન્દીમાં બલ્લેબાજ શબ્દ પહેલેથી જ મહિલાઓ અને પુરુષો માટે લખાયેલો છે.

11 168 ક્રિકેટમાંથી હંમેશા માટે હટાવવામાં આવ્યો 'Batsman' શબ્દ

આ પણ વાંચો – આરોપ / પાકિસ્તાનનો બફાટ, ન્યુઝીલેન્ડની ટીમને ભારતે મોકલી હતી હુમલાની ધમકી

MCC એ કહ્યું કે, 2017 માં છેલ્લી ‘રેડ્રોફ્ટ’ માં, ICC અને મહિલા ક્રિકેટનાં કેટલાક સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો છે કે રમતનાં નિયમો અનુસાર ‘બેટ્સમેન’ શબ્દ જ રહેશે. આ મુજબ, આજે જાહેર કરાયેલા ફેરફારોમાં ‘બેટર’ અને ‘બેટર્સ’ શબ્દો ક્રિકેટ જગતમાં વ્યાપક ઉપયોગને દર્શાવે છે. જણાવી દઇએ કે, બેટર શબ્દનો ઉપયોગ સ્વાભાવિક પ્રગતિ છે જે નિયમોમાં બોલર્સ અને ફીલ્ડર્સ શબ્દોને અનુરૂપ છે. વિશ્વભરનાં તમામ સ્તરે મહિલા ક્રિકેટમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે, તેથી મહિલાઓ અને છોકરીઓને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરવા માટે વધુ અને વધુ ‘જેન્ડર ન્યૂટ્રલ’ શબ્દો અપનાવવાની વાત કરવામાં આવી હતી. ઘણી સંચાલક સંસ્થાઓ અને મીડિયા સંસ્થાઓ પહેલેથી જ ‘બેટર’ શબ્દનો ઉપયોગ કરી રહી છે.