Maharashtra/ ગણપતિ પંડાલમાં આગ લાગતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

પુણેમાં મંગળવારે એક ગણેશ પૂજા પંડાલમાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ પૂજા પંડાલમાં હાજર હતા

Top Stories India
6 2 15 ગણપતિ પંડાલમાં આગ લાગતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

મહારાષ્ટ્રના પુણેમાં મંગળવારે એક ગણેશ પૂજા પંડાલમાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ પૂજા પંડાલમાં હાજર હતા. જોકે, બંનેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પંડાલમાંથી જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે જેપી નડ્ડાને ત્યાંથી બહાર લઈ જવામાં આવી રહ્યા છે. આ પંડાલ પુણેના લોકમાન્ય નગરમાં બનાવવામાં આવ્યો છે, જેને શહેરનું હાર્ટ કહેવામાં આવે છે. પંડાલના ઉપરના ભાગમાં આગ ફાટી નીકળી હતી.

આ પંડાલ પુણેના લોકમાન્ય નગરમાં બનાવવામાં આવ્યો છે,  પંડાલના ઉપરના ભાગમાં આગ ફાટી નીકળી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી. કહેવાય છે કે પંડાલમાં આગ લાગતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે આગ બહુ દૂર ફેલાઈ ન હતી અને બધા સુરક્ષિત રહ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આગ ફટાકડાના કારણે લાગી હોઈ શકે છે. પુણે શહેર ભાજપ પ્રમુખ ધીરજ ખરે અને સુરક્ષા અધિકારીઓ નડ્ડાને પંડાલમાંથી સુરક્ષિત બહાર લઈ જતા જોવા મળ્યા હતા. આ પંડાલ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની તર્જ પર તૈયાર કરવામાં આવ્યો હતો.